ખબર

BREAKING ટ્રક સાથે અથડાઇ પૂરપાટ ઝડપે આવી રહેલી SUV, ઢગલાબંધ લાશો જોઈને ફફડી જશો…

રાજય સહિત દેશભરમાં ઘણીવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે ત્યરે હાલ રાજસ્થાનમાંથી અકસ્માતની ખબર સામે આવી રહી છે. રાજસ્થાનના નાગૌરમાં આજે સવારે એક દર્દનાક અકસ્માત સર્જાયો. નાગૌરમાં સવારે એક ટ્રક અને ક્રૂઝરની ટક્કર થઇ. આ અકસ્માતમાં 11 લોકોના મોત થયા છે, જયારે 7 લોકો ઘાયલ છે.

નાગૌરના શ્રીબાલાજી પોલિસ સ્ટેશનના એસએચઓએ જણાવ્યુ કેસ ઘાયલોની હાલત ઘણી ગંભીર છે અને તેમને બીકાનેરના નોખા સ્થિત હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યુ કે, આ અકસ્માત બીકાનેર-જોધપુર રાજમાર્ગ પર શ્રીબાલાજી મંદિર પાસે થયો. મૃતકોમાં 8 મહિલાઓ સામેલ છે.

એવું જણાવવામાં આવી રહ્યુ છે કે, 12 સીટર જીપમાં 18 લોકો સવાર હતા. બધા રામદેવરામાં દર્શન કર્યા બાદ દેશનોક કરણી માતાના દર્શન કરવા મધ્યપ્રદેશ જઇ રહ્યા હતા. આ વચ્ચે નાગૌરથી નૌખા તરફ જતા ટ્રકે ટક્કર મારી દીધી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ઘટનાસ્થળે જ 8 લોકોના મોત થઇ ગયા હતા. ત્રણ લોકોએ હોસ્પિટલ લઇ જતી વખતે દમ તોડી દીધો. ત્યારે કેટલાક લોકોની લાશ તો જીપમાં જ ફસાયેલી રહી હતી.

પ્રત્યદર્શીઓએ જણાવ્યુ કે, સવારે એક ટ્રેલરે તૂફાન જીપને ટક્કર મારી દીધી. ટક્કર ઘણી જોરદાર હતી. પોલિસે જણાવ્યુ કે, બધા લોકો મધ્યપ્રદેશના ઉજ્જૈનના સજ્જનખેડા અને દૌલતપુરના રહેવાસી હતા. ઘટનાની જાણ થતા જ પોલિસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થાનીક લોકોની દદથી લાશને ગાડીની બહાર નીકાળી હતી. હાલ તો 7 લોકો ગંભીર રીતે ઘાયલ છે, જેમની સારવાર ચાલી રહી છે.

આ ભયાનક અને દર્દનાક અકસ્માતની સૂચના બાદ રાજસ્થાન અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રીઓએ આ ઘટના પર દુખ જતાવ્યુ છે. સીએમ ગેહલોતે ટ્વીટ કરી લખ્યુ કે, નાગૌરના શ્રીબાલાજી ક્ષેત્રમાં થયેલ ભીષણ અકસ્માતમાં એમપી જઇ રહેલ 11 દર્શનાર્થીઓની મોત થઇ ગઇ જે અત્યંત દુખદ છે.

મારી સંવેદનાઓ શોકાકલ પરિજનો સાથે છે. ઇશ્વર દિવંગતોની આત્માને શાંતિ પ્રદાન કરે, ઘાયલોના જલ્દી સ્વાસ્થ્ય લાભની પ્રાર્થના.

રાજસ્થાન- મધ્યપ્રદેશના બંને રાજયોના મુખ્યમંત્રીઓ સાથે સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ ઘટના પર સંવેદના વ્યક્ત કરી છે. સાથે જ પીડિત પરિવાર માટે મુઆવજાની ઘોષણા કરી છે. પીએમ તરફથી પીએમએનઆરએફ અંતર્ગત નાગૌરમાં થયેલ અકસ્માતમાં મૃતકોના પરિવારજનોને 2-2 લાખ અને ઘાયલોને 50,000 રૂપિયા આપવાની ઘોષણા કરી છે.

મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહે પણ મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયાની સહાયતાની ઘોષણા કરી છે અને ઘાયલોની સારવારનો સંપૂર્ણ ખર્ચ સરકાર તરફથી આપવાની ઘોષણા કરી છે.