ખબર

CRPFના જવાનોએ કડકડતી ઠંડીમાં 12 KM સુધી ચાલીને બાળકોને પહોચાડ્યું ખાવાનું અને દૂધ, 1 લાઈક આપવી જ પડે

ઘોર અંધારું, તાપમાન માઇન્સ 2 ડિગ્રી બર્ફીલી હવા અને બરફની વચ્ચે પહાડોથી પથ્થર પડી રહ્યા હતા. આ કુદરતી આપત્તિના કારણે ઘણા કિલોમોટર સુધી વાહનમાં સેંકડો લોકો ફસાઈ ગયા હતા. બાળકો ભૂખ્યા-તરસ્યા હતા. ત્યારે એક ફોન પર સીઆરપીએફના જવાનોએ જીવને જોખમમાં મૂકીને 12 કિલોમીટર ચાલીને ફસાયેલા યાત્રીઓ અને તેના બાળકો માટે ખાવાનું અને દૂધ પહોચાડ્યું હતું.

જમ્મુ કશ્મીરમાં રામબાણ પાસે રાષ્ટ્રીય ધોરી માર્ગ પર લેન્ડ સ્લાઈડ વચ્ચે એક ફસાયેલા પરિવાર માટે કેન્દ્રીય રિઝર્વ પોલીસ બળના જવાનો દેવદૂત બનીને પહોંચ્યા હતા. ઠંડીને કારણે 12 કિલોમીટર સુધી વાહનોની કતાર વચ્ચે ફસાયેલા ભૂખ્યા-તરસ્યા બાળકો માટે સીઆરપીએફના જવાનોએ ખાવાનું અને દૂધ પહોચાડ્યું હતું. સીઆરપીએફના જવાનોની ખાસ વાત એ હતી કે, આ જવાનો ભીષણ ઠંડી અને પહાડી રસ્તા વચ્ચે 12 કિલોમીટર સુધી ચાલીને ગયા હતા.

Image Source

સીઆરપીએફની 84મી બટાલિયનના કમાન્ડન્ટ ડીપી યાદવએ એક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જમ્મુ-શ્રી નગર રાજમાર્ગના રામબાણના ડિગડોલ વિસ્તારમાં ફસાયેલા આસિફાએ ભૂખ્યા બાળકો માટે મદદ માંગી હતી. આસિઆના પરિવારજનોએ સીઆરપીએફની મદદગાર હેલ્પલાઇન પર સંપર્ક કર્યો હતો આ બાદ મદદગાર હેલ્પલાઇન તરફથી સીઆરપીએફના 84 બટાલિયનના જવાનોએ તત્કાલ પરિવારને મદદ માટે મોકલી દીધા હતા. આ ટીમના ઇન્સ્પેકટર રઘુવીર સહીત સીઆરપીએફના અન્ય જવાનો પરિવારના બાળકો અને અન્ય લોકો માટે દૂધ અને જમવાનું લઈને પહોંચ્યા હતા.

કમાન્ડેનટે જણાવ્યું હતું કે, ટ્રાફિક જામ એટલો હતો કે, પરિવાર સુધી કોઈ વાહનથી પહોંચવું ઘણું મુશ્કેલ હતું. ત્યારે જવાનોએ ચાલીને પરિવાર સુધી પહોંચ્યો હતો. આ બાદ બાળકોને દૂધ અને ખાવાનું પહોચાડ્યું હતું. સીઆરપીએફની આ ખાસ મદદ પર આસિફાના પરિવારે હેલ્પલાઈનના લોકો અને પહોંચેલા જવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો.

Image Source

જણાવી દઈએ કે, કાશ્મીરમાં ટેલિફોન સેવા બંધ થવા પર મદદગાર હેલ્પલાઇન દ્વારા હજારો લોકોની મદદ કરી હતી. દેશના વિભિન્ન જગ્યા પર રહેતા લોકો તેના કાશ્મીરમાં રહેતા લોકોનો સંપર્ક ના કરી શકતા ના હોય તે માટે ન હેલ્પલાઇન શરૂ કરી હતી. લોકો 14411 અને 9469793260નંબર પર સંપર્ક કરીને કાશ્મીરમાં રહેતા પરિવારજનો સાથે સંપર્ક કરતા હતા. આ હેલ્પલાઇનથી અમરનાથ યાત્રામાં પણ લોકોની મદદ કરી હતી.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.