ભારતીય સૈન્ય પોતાની જનતા પ્રત્યે કેટલી હદે હમદર્દી દર્શાવી શકે છે એનું એક વધારે ઉદાહરણ તાજેતરમાં જોવામાં આવ્યું. છત્તીસગઢના બીજાપુર જીલ્લાની તાજેતરમાં બનેલી ઘટના છે. આવી ઘટનાઓ બહુ પ્રકાશમાં નથી આવતી. મોટેભાગે ટ્વીટરના એકાદ ઓફિશિયલ હેન્ડલ પર એકવાર શેર થઈને પૂરી થઈ જતી હોય છે.
છત્તીસગઢનો મોટાભાગનો ઇલાકો નક્સલીઓથી પ્રભાવિત, દારૂણ ગરીબીમાં સબળતો, જંગલી અને આદિવાસી વસ્તી ધરાવતો પછાત છે. અહીં નક્સલવાદી-માઓવાદીઓનો પ્રભાવ હોઈ સદાય કેન્દ્રીય અર્ધલશ્કરી દળ CRPFના જવાનો તૈનાત હોય છે. અવારનવાર એરિયા ડોમિનેશન પર નીકળતા હોય છે.

છત્તીસગઢના બીજાપુર જીલ્લામાં આવેલ રાયગુડા પછાત ગામમાં એક ગ્રામીણ આદિવાસીને સર્પે દંશ દીધેલો. આ ઇલાકાઓમાં એવું ઘણી વાર બને છે. અગાઉ પણ આ માણસના પરિવાર પર જ અણધારી આફત આવી પડેલી કે જ્યારે તેમની પત્નીને સર્પ કરડેલો. તે મૃત્યુ પામી એને હજુ એકાદ મહિનો વીત્યો હતો.

એરિયા ડોમિનેશન પર આવેલા CRPFના જવાનોને આ વાતની ખબર પડી. એમ્બ્યુલન્સ તો અહીં સુધી પહોંચી શકે એમ હતી જ નહી. એવો કોઈ ચોક્કસ રસ્તો જ નહોતો કે જ્યાંથી વાહન ગામ સુધી પહોંચી શકે.
નજીકની અસ્પતાલ આવાપલ્લીમાં હતી. આવાપલ્લી રાયગુડાથી અઢી કિલોમીટર દૂર હતું. વખત જાય તેમ આદિવાસી માણસના જીવને ખતરો વધતો હતો. આથી CRPFના જવાનોએ તેમની સહાયતા કરવાનું વિચાર્યું. એક ખાટલા પર દર્દીને સૂવાડ્યો અને ચારે ખૂણેથી એક-એક જવાને ખાટલો ઉપાડી લીધો.

૨.૫ કિલોમીટરનું જંગલ વિસ્તારનું અંતર કાપીને જવાનોએ દર્દીને આવાપલ્લી પહોંચાડ્યો. અસ્પતાલમાં સારવાર કરાઈ અને સમયસર ઇલાજ થયો હોઈ તેનો જીવ બચી ગયો!

આવી સ્થાનિક લેવલ પર કરેલી કામગીરી લોકોને છેવાડાના લોકોને દેશ પ્રત્યે વધારે આકર્ષિત કરે છે, દેશપ્રેમની ભાવના જગાડે છે. એ જ સાચી રાષ્ટ્રની સેવા છે. સેલ્યુટ ટુ CRPF !
Author: કૌશલ બારડ – GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks