આ CRPF મહિલા પોલિસે અન્ય સાથે મળી કરાવી મહિલા યાત્રિની ડિલિવરી, મહિલા યાત્રિએ આપ્યો બાળકીને જન્મ

નાઇટ કર્ફયુમાં ના જઇ શકી હોસ્પિટલ, પોલીસ ઓફિસરે રેલવે સ્ટેશન પર કરાવી મહિલા યાત્રિની ડિલીવરી

પશ્ચિમી ચંપારણના સુભદ્રા બાજપુર પિપરા નિવાસી ફરહાનનો દીકરો સિતારા પરિવાર સાથે હરદોઇમાં રહે છે. સિતારાની પત્ની આયશા ખાતૂન ગર્ભવતી હતી. તબિયત ખરાબ થવા પર તે તેના સસરા સાથે પૈતૃક ગામ જઇ રહી હતી, તે હરદોઇથી કોઇ ટ્રેનથી ગોરખપુર આવી હતી. તેના સસરા કોઇ બસથી ગોરખપુર પહોંચ્યા હતા. તેમને રાત્રે કોઇ સવારી ના મળી તો સસરા અને વહુ સુરક્ષા માટે રેલવે સ્ટેશનના ગેટ નંબર 2ના સામે પોર્ટિકોમાં જઇને બેસી ગયા.

મોડી રાત્રે મહિલાને પ્રસવ પીડા શરૂ થઇ. મહિલાના દર્દને જોઇ સેકંડ ક્લાસ ગેટ પર હાજર કોન્સ્ટેબલ રવિન્દ્ર કુમારે તેની સૂચના પ્રસારિત કરી કે તેમને તાત્કાલિક મદદની જરૂર છે. પ્લેટફોર્મ પર ડ્યુટીમાં હાજર આરપીએફ મહિલા જવાન પ્રિયંકા સિંહ, હેડ કોન્સ્ટેબલ દેવી બક્શ સિંહ અને યાત્રી મનોજ વર્મા સંઘ પોર્ડિકો પર પહોંચ્યા, મહિલા સફાઇ કર્મચારી ઉર્મિલા અને સરલા સહિત અન્ય મહિલાઓની મદદથી ગર્ભવતી મહિલા માટે કપડાઓનો એક સેફ રૂમ તૈયાર કરવામા આવ્યો અને પછી ડોક્ટરોની દેખરેખમાં મહિલાએ એક બાળકીને જન્મ આપ્યો.

રેલવે ડોક્ટર દ્વારા તપાસ બાદ જણાવવામાં આવ્યુ કે માતા અને બાળક બંને સ્વસ્થ છે. તે બાદ ડોક્ટરોએ તેમને આગળની યાત્રાની અનુમતિ આપી, જેના પર મહિલાએ બધાનો આભાર માન્યો અને કહ્યુ કે, મોટી થયા બાદ આને તમારા જેવી બનાવીશ.

Shah Jina