CRPF જવાનની પત્નીનું મેકેનિકથી ચાલી રહ્યુ હતુ લફડું, એવું ભયાનક મૃત્યુ મળ્યું કે આત્મા કંપી જશે

CRPF જવાનના લફરાબાજ બૈરાના હતા પિયરના યુવક સાથે હતા આડાસંબંધ, રૂમમાં મળ્યો એવો સામાન કે જેને જોઇને પોલિસ પણ રહી ગઇ હેરાન

દેશભરમાંથી અનેકવાર હત્યાના કિસ્સા સામે આવતા રહે છે. ઘણીવાર અંગત અદાવતને કારણે તો ઘણીવાર પ્રેમ સંબંધને કારણે હત્યા કરી દેવામાં આવતી હોય છે. હાલ એક હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પાંચેક દિવસ પહેલા ગુમ થયેલા સીઆરપીએફ જવાનની પત્નીની તેના પ્રેમીએ અવૈદ્ય સંબંધોના કારણે ગળું દબાવી હત્યા કરી હતી. તે બાદ મૃતદેહનો નિકાલ ગટરમાં કરવામાં આવ્યો હતો. શુક્રવારે રાત્રે પોલીસે પ્રેમીના કહેવા પર મૃતદેહ કબજે કર્યો હતો. ઉત્તર પ્રદેશના કાનપુરમાં પાંચ દિવસથી ગુમ થયેલા CRPF જવાનની પત્ની ગીતાદેવીનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ રિકવર કરવાની સાથે જ પોલીસે આ કેસમાં એવો ખુલાસો કર્યો છે, જે ખૂબ જ આશ્ચર્યજનક છે.

પોલીસે આ કેસમાં પ્રેમી સહિત ત્રણ લોકોની ધરપકડ પણ કરી છે.રતનપુરમાં રહેતો ઈન્દ્રપાલ સીઆરપીએફમાં તહેનાત છે. ચૂંટણીના કારણે તેની ડ્યુટી મૈનપુરીમાં હતી. ઘરમાં તેની પત્ની ગીતાદેવી બે બાળકો સુશાંત અને સિદ્ધાર્થ સાથે રહેતી હતી. 20 ફેબ્રુઆરીએ ઈન્દ્રપાલે તેની પત્નીના મોબાઈલ પર ફોન કર્યો હતો, પરંતુ તેનો ફોન ઉપાડવામાં આવ્યો ન હતો. આ અંગે તેણે કંઇક અજુગતું હોવાની આશંકાને પગલે પાણકી પોલીસને જાણ કરી હતી. જ્યારે પોલીસ તેના ઘરે પહોંચી તો મહિલા ઘરે મળી ન હતી. રૂમમાંથી બીયરના ખાલી કેન, ગ્લાસ અને કેટલીક વાંધાજનક વસ્તુઓ પણ મળી આવી હતી.

21 ફેબ્રુઆરીએ ઘરે પરત ફરેલા ઈન્દ્રપાલે પોલીસ સ્ટેશનમાં ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે જ્યારે મહિલાના મોબાઈલનું સીડીઆર ચેક કર્યું ત્યારે છેલ્લો કોલ મુખ્તાર નામના વ્યક્તિનો આવ્યો, જે કાર મિકેનિક છે. પોલીસે તેને કસ્ટડીમાં લઈ પૂછપરછ કરતાં તેણે સત્ય સ્વીકાર્યું હતું. મુખ્તારે પૂછપરછ દરમિયાન પોલીસને જણાવ્યું કે તેને ગીતા સાથે પ્રેમ સંબંધ હતો. આ દરમિયાન ગીતાએ અન્ય કોઈ સાથે વાત કરવાનું શરૂ કર્યું. ના પાડ્યા બાદ પણ તે રાજી ન થતાં બનાવની સાંજે તેને કારમાં પોતાની સાથે લઇ ગયા બાદ ગળું દબાવી હત્યા કરી લાશને નાળામાં ફેંકી દીધી હતી. પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જે ગટરમાંથી લાશ બહાર કાઢી.

મુખ્તારે પોલીસને જણાવ્યું કે ગીતા સાથે તેના લગ્ન પહેલાથી જ સંબંધ હતા. જ્યારે તેનો પતિ ફરજ પર બહાર હોય ત્યારે તે અવારનવાર ગીતાને તેના ઘરે મળવા જતો હતો. પોલીસે ગીતાના સીડીઆરની શોધ કરી અને મુખ્તાર સાથે છેલ્લી વખત વાત કરતા પહેલા તેણીએ ગંગાગંજમાં રહેતા પ્રોપર્ટી ડીલર પુષ્પેન્દ્ર સિંહ સાથે વાત કરી હતી. પોલીસે તેને કસ્ટડીમાં લઈ પૂછપરછ કરી હતી.

ગીતાના પુત્રોએ પોલીસને જણાવ્યું હતું કે પ્રોપર્ટી ડીલર અને મુખ્તાર પિતાની ગેરહાજરીમાં ઘરે આવતા હતા. ગીતા પ્રોપર્ટી ડીલર સાથે વાત કરે તે મુખ્તારને પસંદ ન હતું. મહિલાના મોટા પુત્રએ પોલીસને જણાવ્યું કે ઘટનાની સાંજે મુખ્તાર માતા ગીતાને તેની સાથે કારમાં લઈ ગયો હતો. પુત્રના જણાવ્યા મુજબ મુખ્તાર સિવાય કારમાં અન્ય બે લોકો પણ હાજર હતા.

Shah Jina