ખબર

નક્સલી હુમલામાં લાપતા થયેલા જવાનની પત્નીએ કહ્યું “અભિનંદનની જેમ મારા પતિને પણ છોડાવી લાવો” દીકરીએ કહ્યું, “પપ્પા જલ્દી ઘરે આવી જાવ”

છત્તીસગઢના બીજાપુરમાં થયેલા નક્સલી હુમલામાં 22 જવાના શહીદ થઇ ગયા, અને 32 જવાન ઘાયલ છે. તો એક જવાન હજુ પણ લાપતા છે. જેનું નામ રાજેશ્વર સિંહ છે. જે જમ્મુના રહેવા વાળા છે. તે સીઆરપીએફના કોબરા કમાન્ડોમાં સામેલ હતા. રાજેશ્વરનો આખો જ પરિવાર હવે તેમની સલામતી માટે પ્રાર્થના કરી રહ્યો છે. તેમને મોદી સરકારને વિનંતી પણ કરી છે કે તે જલ્દી જ રાજેશ્વરની રિહાઈ સુનિશ્ચિત કરે.

રાજેશ્વર છેલ્લા ઘણા વર્ષોથી છત્તીસગઢમાં નક્સલિયો વિરુદ્ધના ઓપરેશનનો ભાગ છે. અને ગયા વર્ષે જ પોતાનો કાર્યકાલ પૂર્ણ કરી ચુક્યા છે. રાજેશ્વરના ઘરવાળાનો દાવો છે કે તેમના સાહસને જોતા કાર્યકાલ પૂરો થવા છતાં પણ તેમને છત્તીસગઢમાં જ રાખવામાં આવ્યા હતા. રાજેશ્વરના પરિવારના જણાવ્યા પ્રમાણે તેમને નક્સલિયોએ બંધક બનાવ્યા છે, જેની જાણકારી તેમને ત્યાંની સ્થાનિક  ચેનલો દ્વારા મળી છે.

પરિવારજનો રાજેશ્વરની સહકુશળ વાપસી માટે કામના કરી રહ્યા છે સાથે જ કેન્દ્ર સરકારને મદદ માટે વિનંતી કરી છે કે લાપતા રાજેશ્વરને જલ્દી જ શોધવામાં આવે. રાજેશ્વરના સાળા વિક્રાંતે જણાવ્યું કે આ હુમલા બાદ સ્થાનીક ચેનલોમાંથી ફોન આવી રહ્યો છે કે રાજેશ્વરને નક્સલિયોએ બંધક બનાવ્યો છે. પરિવાર હવે મંગની કરી રહ્યું છે કે નક્સલિયોએ બંધક બનાવ્યો છે રતો કેન્દ્ર સરકાર તેને જલ્દીથી જલ્દી છુટા કરાવે. રાજેશ્વરના ઘરવાળાનું કહેવું છે કે રાજેશ્વર પોતાના સાળાના લગ્ન માટે રજા ઉપર ઘરે આવવાનો હતો.

પરિવારનું ક્હેવું છે કે રાજેશ્વર હંમેશા દેશ સેવા માટે તત્પર રહ્યો છે અને હવે આ કેન્દ્ર સરકારની જવાબદારી છે કે તે સહી સલામત રાજેશ્વરને ઘરે પાછા લાવે. રાજેશ્વર સિંહ જમ્મુના દોમાંના વિસ્તારમાં રહે છે. ચેલાલ પાંચ વર્ષથી છત્તીસગઢમાં ફરજ ઉપર રહેલા રાજેશ્વરના પિતા પણ સીઆરપીએફમાં ફરજ બજાવતા હતા.

તો બીજી તરફ રાજેશ્વરની દીકરીનો એક વીડિયો પણ હૃદય કંપાવી દેનારો છે. જેમાં રાજેશ્વરની દીકરી પોતાના પિતાને જલ્દી પાછા ઘરે આવી જવા માટે વિનંતી કરી રહી છે, જેમાં તેમની દીકરીને રડતા જોઈને કોઈની પણ આંખમાં આંસુ આવી શકે છે.