ખબર

મુકેશ અંબાણીના ઘરે ફરજ બજાવતો ગુજરાતનો જવાન થયો શહીદ, રુવાડા ઉભા કરી દે એવી ઘટના બની હતી

જાણીતા ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના બંગલાની બહાર સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના એક કમાન્ડોનું ગોળી વાગવાથી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

Image Source

મુકેશ અંબાણીના બંગલાની બાહર તૈનાત સીઆરપીએફનો એક જવાનનું ભૂલથી બંધુક ચાલી જતા ગોળીબારમાં તેનું મોત નીપજ્યું છે. મૃતકની પહેચાન ગુજરાતના જૂનાગઢ જિલ્લાના 31 વર્ષીય દેવન રામભાઇ બકોતરા થઇ છે. દેવન 2014માં સીઆરપીએફમાં જોડાયો હતો. આ ઘટના બુધવારે સાંજે 7 વાગ્યાની આસપાસ થઇ હતી. સાંજે 5 વાગ્યે દેવેન 27 માળના એન્ટિલિયાની બહાર સીઆરપીએફની ચોકી પર હતો.

Image Source

આ મામલે સીઆરપીએફના એક અધિકારીએ કહ્યું હતું કે, આ ઘટના આક્સ્મિકે ગોળી ચાલવાથી થઇ છે, આ આત્મહત્યાનો મામલો નથી. અધિકારીએ જણાવ્યું હતું કે, પ્રારંભિક તપાસમાં ખબર પડી હતી કે, દેવન અથડાઈને પડી ગયો હતો, જીન કારણે ઓટોમેટિક રાઇફલમાંથી ગોળી છૂટતા 2 ગોળી તેને છાતીમાં લાગી હતી. આ ઘટના ઘટતા જ સુરક્ષાકર્મીઓએ તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યાં તેનું મોડી રાતે સારવાર દરમિયાન મોત થયું હતું.

ગુરુવારે ઓટોપ્સી બાદ દેવનનો મૃતદેહ પરિવારજનોને સોંપી દેવામાં આવ્યો હતો. વીઆઇપીની સુરક્ષા હેઠળ Z+ માટે મુકેશ અંબાણીની સુરક્ષાનું કામ કેન્દ્રીય રિઝર્વ પોલીસ બળ (સીઆરપીએએફ)ને સોંપવામાં આવ્યું છે. નીતા અંબાણીને પણ Y શ્રેણીની સુરક્ષા આપવામાં આવી છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.