છત્તીસગઢના બીજાપુર અને સુકમામાં શનિવારના રોજ થયેલા નક્સલી હુમલામાં 22 જવાન શહીદ થઇ ગયા. જણાવવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન જો સીઆરપીએફના સેકેંડ ઈન કમાન્ડ સંદીપ દ્વિવેદીએ અદમ્ય સાહસ અને વીરતા ના બતાવી હોત તો હજુ પણ વધારે જવાનોના જીવ જઈ શકતા હતા. હાલમાં તેમની સારવાર રાયપુરની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં ચાલી રહી છે.
બીજાપુરમાં નક્સલ વિરોધી અભિયાન માટે કોબરા બટાલિયન, DRG અને STFની સંયુક્ત ટિમ નીકળી હતી. આ ઓપરેશનને સીઆરપીએફના કોબરા બટાલિયનના સેકેંડ ઈન કમાન્ડ સંદીપ દ્વિવેદી લીડ કરી રહ્યા હતા. જયારે નક્સલિયોએ ઘાત લગાવીને હુમલો કર્યો ત્યારે સંદીપ દ્વિવેદીએ ગોળીઓનો વરસાદ કરી અને મોતના વાતાવર વચ્ચે અદ્ભૂત સાહસનો પરિચય આપ્યો.
તેમને જવાનોને ના ફક્ત સાહસ આપતા જવાબી કાર્યવાહી કરવા માટે કહ્યું પરંતુ નક્સલિયો દ્વારા સુરક્ષાબળોને ફસાવવા માટે લગાવવામાં આવેલી ઘાતક એમ્બુસને પણ તોડ્યું. એક તરફ જ્યાં નક્સલિયોના હુમલાનો જવાબ આપી રહ્યા ત્યાં બીજી તરફ ઘાયલ જવાનોને ત્યાંથી બહાર કાઢીને સુરક્ષિત જગ્યાએ પહોંચવવાના પ્રયત્નોમાં પણ લાગેલા હતા. આ દરમિયાન તે પોતે પણ ઘાયલ થઇ ગયા.
ખુંખાર નક્સલિયોની ભારે સંખ્યામાં જવાનોને હતાહત કરવાની સાજિશને પણ નાકામ કરી દીધી અને તેમના રચેલા ચક્રવ્યૂહને પણ તોડી નાખ્યો જેના કારણે ઘણા જવાનોનો સમય રહેતા જીવ બચી ગયો. સંદીપ દ્વિવેદીની સારવાર રાયપુરની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં ચાલી રહી છે.તમને જણાવી દઈએ કે શનિવારના રોજ નક્સલિયોએ ઘાટ લગાવીને છત્તીસગઢના બિજાપુર અને સુકમામાં સુરક્ષાબળો ઉપર હુમલો કરી દીધો.
गर्व है आप पर,आपके हौसले को सलाम।
आपकी मुस्कान आपकी बहादुरी दर्शाती है।उप कमांडेंट संदीप द्विवेदी ने सुकमा,#छत्तीसगढ़ में नक्सलियों से लड़ते हुए गोलियों की बौछार कर दी,इनकी गोलियों से कई नक्सली की मौत हुई है।
ईश्वर आपको जल्द स्वस्थ करें।
जय हिंद की सेना। 🙏🇮🇳#NaxalAttack pic.twitter.com/KrpoKtFMF8
— Arpit Verma IAS (@arpit_verma13) April 5, 2021
રિપોર્ટ પ્રમાણે નક્સલિયોએ 700 જવાનોને ઘેરીને હુમલો કર્યો. આ મુઠભેડમાં 22 જવાબ શહીદ થઇ ગયા છે. 3 એપ્રિલના રોજ મોકા ઉપરથી એક જવાનનું શબ મળેવવામાં આવ્યું હતું. 21 જવાન હુમલા બાદ લાપતા હતા.4 એપ્રિલના રોજ સર્ચ ઓપરેશન દરમિયાન 21 બીજા જવાનોના શબ મળી આવ્યા. હજુ પણ એક જવાન ગાયબ છે. જેની શોધ ચાલી રહી છે. આ મુઠભેડમાં 31 જવાન જખ્મી થયા. જેમની સારવાર ચાલી રહી છે.