હાર્દિક પંડ્યાના ખાવા ઉપર કાગડાઓએ કર્યો હુમલો, હાર્દિકે બનાવ્યો શાનદાર વીડિયો કાગડાઓની પાર્ટી ચાલી રહી છે !!
ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યા સોશિયલ મીડિયા ઉપર પણ ખુબ જ એક્ટિવ રહે છે. તે હંમેશા પોતાની તસવીરો અને વીડિયો શેર કરતો રહે છે, હાલમાં જ હાર્દિકે પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર એક મજેદાર વીડિયો શેર કર્યો છે.
ઈંગ્લેંડ સામેની સિરીઝ જીત્યા બાદ હવે હાર્દિક પંડ્યા આઇપીએલની તૈયારીમાં લાગી ગયો છે. આઇપીએલ 2021નો પહેલો મુકાબલો 9 એપ્રિલના રોજ મુંબઈ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર બેંગ્લોર વચ્ચે રમાશે. આ સમયે હાર્દિક પોતાની પત્ની અને પોતાના દીકરા સાથે સમય પસાર કરી રહ્યો છે. ત્યારે તે ઘણી તસવીરો અને વીડિયો પણ શેર કરતો રહે છે.
હાર્દિકે હાલમાં શેર કરેલા આ વીડિયોની અંદર જોવા મળે છે કે હાર્દિક પંડ્યાના ખાવા ઉપર કાગડાઓ દ્વારા હુમલો કરી દેવામાં આવ્યો છે. તે સમયે હાર્દિક પોતાની પત્ની નતાશા સાથે ઉભો છે. તેને દૂરથી એક વીડિયો બનાવ્યો છે.
હાર્દિકે પોતાના મોબાઈલમાં શેર કરેલા આ વીડિયોની અંદર જોવા મળે છે કે તેની પત્ની નતાશા કાતર લઈને ઉભી છે અને દૂર હાર્દિકના ખાવા ઉપર કાગડાઓએ હુમલો કરી દીધો છે. તો હાર્દિક પણ ફની અંદાજમાં જણાવી રહ્યો છે કે, “યહ નતાશા છે, યહ મેં હું… યહ હમારા ગાર્ડન હે ઔર યહ પાર્ટી હો રહી હે.” તો સાથે હાર્દિકે આ વીડિયો શેર કરવાની સાથે કેપશનમાં લખ્યું છે કે “આ પાર્ટી લેટ થઇ.”
સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયુવેગે વાયરલ થઇ રહ્યો છે, હાર્દિકના આ ફની અંદાજને ચાહકો ખુબ જ પસંદ પણ કરી રહ્યા છે, તમે પણ જુઓ આ મજેદાર વીડિયો..
View this post on Instagram