ખબર

મુંબઇના આ ટીકાકરણ કેંદ્ર પર તૂટી પડ્યા લોકો,ભીડ જોઇ હર્ષ ગોયનકા બોલ્યા ‘વેક્સીન પહેલા કોરોના જરૂર થશે’, જુઓ વીડિયો

મહારાષ્ટ્રની રાજધાની મુંબઇમાં એકવાર ફરી કોરોના વાયરસ ઝડપથી ફેલાઇ રહ્યો છે. જો કે, સોમવારથી વૃદ્ધો અને 45 વર્ષથી ઉપરના જેને કોઇ ગંભીર રોગ હોય તેમને કોરોનાના સંક્રમણથી બચવા માટે ટીકાકરણની શરૂઆત થઇ ચૂકી છે.

કોરોનાથી બચવા માટે વેક્સીન લગાવવા માટે મુંબઇના પ્રમુખ ટીકાકરણ કેન્દ્રોમાંના એક બાંદ્રા કુર્લા કોમ્પલેક્ષમાં ભીડ એકઠી થઇ ગઇ હતી.

બીએમસીના અધિકારીઓ અનુસાર, CoWin પોર્ટલમાં કોઇ ટેક્નીકલ કારણસર બીકેસી ટીકાકરણ કેંદ્ર પર મોટી સંખ્યામાં ભીડ એકત્ર થઇ ગઇ હતી.

ભીડના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યા છે. બિઝનેસમેન હર્ષ ગોયનકા દ્વારા આવો જ એક વીડિયો શેર કરવામાં આવ્યો છે.

આ વીડિયોમાં જોઇ શકાય છે કે, વેક્સીન સેંટર બાંદ્રા કુર્લા કોમ્પલેક્ષ અંદર ઘણી ભીડ છે. લોકો સોશિયલ ડિસ્ટન્સમાં નહિ પરંતુ એકબીજાની નજીક ઊભા છે. વીડિયોમાં વધારે તો વૃદ્ધો જોવા મળી રહ્યા છે.

તમને જણાવી દઇએ કે, વેક્સીનેશનના બીજા દિવસે એટલે કે મંગળવારે મુંબઇના દહિસરમાં જંબો વેક્સીનેશન સેંટરનું સર્વર ડાઉનને કારણે સેંટર બહાર ઘણી ભીડ એકઠી થઇ ગઇ હતી. જો કે, ત્યાં હાજર લોકોએ ઘણી સમજદારી બતાવી અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતા લાઇનમાં ઊભા રહ્યા.

જુઓ વીડિયો :-