બાબા બાગેશ્વર માટે એરપોર્ટ બની ગયું બસ સ્ટેન્ડ, નિયમોના ધજાગરા ઉડાવીને લોકોની એવી ભીડ ઉમટી કે જુઓ વીડિયો

નિયમોને નેવે મૂકીને એરપોર્ટ પર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીને વિદાય આપવા માટે ઉમટી પડી લોકોની ભીડ, નજારો જોઈને તમે પણ રહી જશો હેરાન

pandit Dhirendra Shastri New Video : બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી કોઈને કોઈ વાતને લઈને હંમેશા ચર્ચામાં રહેતા હોય છે, આગામી થોડા જ દિવસોમાં તે ગુજરાતની યાત્રા પર આવવાના છે અને સુરત, અમદાવાદ અને રાજકોટમાં તેમનો ભવ્ય દરબાર પણ લાગવાનો છે. એ પહેલા જ ઘણા વિવાદો પણ શરૂ થઇ ગયા છે. ત્યારે સોશિયલ મીડિયામાં પણ બાબાને લગતી કોઈપણ વાત કે વીડિયો ખુબ જ વાયરલ થતા હોય છે.

ત્યારે હાલ પટનાથી બાબા બાગેશ્વરનો એક નવો વીડિયો સામે આવ્યો છે. પટના એરપોર્ટના આ વીડિયોમાં સમર્થકો બાબાના ચાર્ટર્ડ પ્લેન પાસે પહોંચ્યા હતા. બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી 13 મેથી પટનામાં હતા. ગઈકાલે તેમના કાર્યક્રમનો છેલ્લો દિવસ હતો. બાગેશ્વર બાબાની કથામાં રેકોર્ડ-બ્રેક ભીડ ઉમટી પડી હતી અને સમર્થકો તેઓ ગયા ત્યાં સુધી તેમની પાછળ દોડતા જોવા મળ્યા હતા.

હવે પટના એરપોર્ટ પરથી એક નવો વીડિયો સામે આવ્યો છે, જ્યાં ભીડ બાબાના ચાર્ટર્ડ પ્લેનમાં પહોંચી હતી. બાબા બાગેશ્વરની એક ઝલક મેળવવા અને તેમને શહેરથી વિદાય આપવા માટે લોકોએ પટના એરપોર્ટના તમામ નિયમોના ધજાગરા ઉડાવ્યા હતા. ભારે ભીડ વચ્ચે બાબા કોઈક રીતે વિમાનમાં ચડી ગયા અને પછી સમર્થકોનું હાથ જોડીને અભિવાદન કર્યું.

પટનામાં બાબાની કથાનો કાર્યક્રમ 5 દિવસનો હતો. 5 દિવસ સુધી સર્જાયેલું વાતાવરણ, દરરોજ 5 લાખથી વધુ ભક્તોની ભીડે બાબાને ખુશ કર્યા હતા. જણાવી દઈએ કે, બિહારમાં પાંચ દિવસની હનુમંત કથા પૂર્ણ કર્યા બાદ બાગેશ્વર ધામના પીઠાધીશ પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ગઈ કાલે ચાર્ટર્ડ ફ્લાઈટ દ્વારા મધ્યપ્રદેશના ખુજરાહો પરત ફર્યા હતા. ત્યાંથી બાબા ગાઢા ગામમાં બાગેશ્વર ધામ જશે.

Niraj Patel