જ્યાં કેકેનો લાઈવ શો હતો તે ઓડિટોરિયમ પ્રેક્ષકોથી ખચાખચ ભરાઈ ગયું હતું, કેકેના મોતને લઈને થયો મોટો ખુલાસો, જુઓ વીડિયો

ગઈકાલે એટલે કે 31 મે મંગળવારે ગાયક કેકેનું અવસાન થયું ત્યારથી આખા દેશમાં હોબાળો મચી ગયો છે. તો બીજી તરફ પરિવારની રડી રડીને હાલત ખરાબ છે, ત્યારે ફિલ્મ અને સંગીત ઉદ્યોગમાં પણ શોક વ્યાપેલો છે. કોલકાતાના પ્રખ્યાત ઓડિટોરિયમ નઝરુલ મંચમાં મંગળવારે કેકેનો લાઈવ કોન્સર્ટ થયો હતો. આ દરમિયાન, કે.કે.ની તબિયત લથડી અને પછી મૃત્યુના સમાચાર આવ્યા.

આ દરમિયાન કોઈ સમજી ન શક્યું કે આખરે કેકેનું શું થયું ? કેકેના માથા અને ચહેરા પર ઈજાના નિશાન પણ જોવા મળ્યા હતા, જે બાદ પોલીસે હોટેલ અને નઝરુલ મંચના સ્ટાફની પણ પૂછપરછ કરી હતી, જેમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે અઢી હજારની ક્ષમતા ધરાવતા ઓડિટોરિયમમાં બમણી ભીડ હતી. ભીડ બેકાબૂ બની રહી હતી, જેને કાબૂમાં લેવા માટે બાઉન્સરો ફોર્મ સ્પ્રે છોડતા હતા.

ANI અનુસાર નઝરુલ મંચના એક સ્ટાફે વાતચીતમાં જણાવ્યું કે ઓડિટોરિયમમાં ક્ષમતા કરતા વધારે લોકો હતા. ઓડિટોરિયમની ક્ષમતા બેથી અઢી હજાર છે, પરંતુ ત્યાં 5 હજાર લોકો હાજર હતા. ભીડ બેકાબૂ બનીને બાઉન્ડ્રી કૂદી રહી હતી. કેટલાકે દરવાજા તોડી નાખ્યા હતા. ભીડને કાબૂમાં લેવા માટે બાઉન્સરોએ ફોર્મ સ્પ્રે છોડ્યો હતો.

જો કે, સ્ટાફ મેમ્બરે એમ પણ કહ્યું કે ઓડિટોરિયમની અંદર કંઈ થયું નથી. કેકેની તબિયત સારી ન હતી, તેથી તેણે થોડો સમય વિરામ લીધો અને પછી ફરીથી પ્રદર્શન કરવાનું શરૂ કર્યું. આ ઉપરાંત  ABP ન્યૂઝના અહેવાલ મુજબ ઓડિટોરિયમમાંથી ભીડને ભગાડવા માટે ટીયર ગેસ પણ છોડવામાં આવ્યો હતો, જેનો એક વીડિયો પણ સામે આવ્યો છે.

કેટલાક વધુ વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં કેકે બેચેન અને પરસેવાથી તરબતર જોવા મળે છે. એક વીડિયોમાં કેકે વારંવાર પોતાનો ચહેરો સાફ કરતા અને એસી કામ ન કરવાની ફરિયાદ કરતા જોવા મળે છે. જ્યારે ઘણી તકલીફ પડી ત્યારે કેકે શો બંધ કરી દીધો. જોકે બાદમાં થોડી રાહત મળતાં તેણે ફરીથી પર્ફોર્મન્સ આપ્યું હતું. તે જ સમયે, એક અન્ય વીડિયો પણ સમાચારમાં છે, જેમાં કેકે તેની ટીમને ઓડિટોરિયમની બહાર હોટેલમાં લઈ જતા જોવા મળે છે.

અગાઉ કેકે એટલે કે કૃષ્ણકુમાર કુન્નાથના મૃત્યુનું કારણ કાર્ડિયાક અરેસ્ટ જણાવવામાં આવી રહ્યું હતું, પરંતુ ડોકટરો કંઈપણ કહેવાનું ટાળતા રહ્યા. કેકેના માથા અને ચહેરા પર ઈજાના નિશાન મળ્યા બાદ પોલીસે અસામાન્ય મૃત્યુનો કેસ નોંધ્યો છે. મૃત્યુનું સાચું કારણ જાણવા માટે હવે કેકેના પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. આ ઉપરાંત પોલીસે કહ્યું કે કર્યક્રમ પહેલા શું થયું તે જાણવા માટે હોટેલ અને ઓડિટોરિયમના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવશે.

Niraj Patel