આ કાગડાની બુદ્ધિ ઉપર તમને પણ સલામ કરવાનું મન થશે, જુઓ વીડિયોની અંદર ગ્લાસમાંથી કેવી રીતે બહાર કાઢી વસ્તુ

બાળપણની અંદર આપણે ચતુર કાગડાની વાર્તા સાંભળતા હતા, જેમાં એક કાગડો કુંડાની અંદર પથ્થર નાખીને પાણી ઉપર લઇ આવે છે અને પોતાની તરસ છુપાવી હતી. ત્યારે એમ લાગતું હતું કે આ બધી વાતો ફક્ત વાર્તામાં જ હશે, પરંતુ આવા ઘણા વીડિયો પણ સામે આવે છે જેમાં આવી વાર્તાઓ સાચી થતી હોવાનું પણ જોવા મળે છે.

હાલ એવા જ એક કાગડાનો વીડિયો વાયરલ થયો છે જે ક્કોઈ કુંડામાં કાંકરા નાખીને પાણી તો નથી પી રહ્યો રહ્યો પરંતુ તેનો શિકાર પકડવા માટે એવું દિમાગ લગાવે છે કે જોઈને તમે પણ કહેશો કે આ કાગડાએ ઓક્સફર્ડથી Ph.d કરી હશે. સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ થઇ રહેલા  વીડિયોની અંદર જોઈ શકાય છે કે કાગડો એક ગ્લાસની અંદરથી કઈ કાઢવાનો પ્રયત્ન કરી રહ્યો છે. તે ખુબ જ મહેનત કરે છે તે છતાં ગ્લાસની અંદર રહેલી વસ્તુને બહાર નથી કાઢી શકતો. પરંતુ તે તેના પ્રયત્નો છોડતો નથી અને એક નાની લાકડીનો સહારો લે છે. જેની મદદથી તે ગ્લાસમાં રહેલી વસ્તુને બહાર કાઢવામાં સફળ રહે છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

સોશિયલ મીડિયામાં આ વાયરલ વીડિયોને જોઈને લોકો કાગડાના આઇકયુ લેવલની પણ પ્રસંશા કરી રહ્યા છે. તેના બુદ્ધિ ચાતુર્યને જોઈને લોકો ખુબ જ પ્રભાવિત પણ થયા છે અને એટલે જ સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ ઉપર આ વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

Niraj Patel