આ સ્વીપર છે કરોડપતિ, સંપત્તિ જાણીને આંખો ફાટી જશે

શરીર પર ગંદા અને દુર્ગંધવાળા કપડા પહેરેલા કચરો વાળવાવાળાને લોકો પાગલ કે ભિખારી સમજતા હતા, જયારે સંપત્તિનો ખુલાસો થયો ત્યારે લોકોની આંખો પહોળી થઇ ગઈ

સોશિયલ મીડિયા અને સમાચારમાં ઘણા એવા લોકોની કહાનીઓ સામે આવતી હોય છે જેને જાણીને આપણે દંગ રહી જઈએ. આપણે ઘણા એવા ભિખારીઓની કહાની સાંભળી હશે જેમની પાસેથી અઢળક સંપત્તિ મળી આવતી હોય છે, ત્યારે હાલ એવા જ એક સ્વિપરની કહાની સામે આવી છે, જેની સંપત્તિએ લોકોની આંખો ચાર કરી દીધી છે.

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં સીએમઓ કચેરીના રક્તપિત્ત વિભાગમાં ફરજ બજાવતો સફાઈ કામદાર કરોડપતિ નીકળ્યો હતો. તેના ખાતામાં 70 લાખ નીકળ્યા. આ સાથે જમીન અને મકાન પણ તેના નામે છે. આ વાતનો ખુલાસો ત્યારે થયો જ્યારે બેંક અધિકારી ધીરજની શોધમાં રક્તપિત્ત વિભાગમાં પહોંચ્યા.

ધીરજને મળ્યા બાદ બેંક અધિકારીઓએ તેને તેનો પગાર ઉપાડવા વિનંતી કરવાનું શરૂ કર્યું. વાસ્તવમાં ધીરજે છેલ્લા 10 વર્ષથી બેંકમાંથી પોતાનો પગાર ઉપાડ્યો નથી. ધીરજે બેંક અધિકારીઓને સ્પષ્ટ ના પાડી દીધી કે તે પૈસા ઉપાડશે નહીં. કારણ કે તેને પૈસાની જરૂર નથી.

શરીર પર ગંદા અને દુર્ગંધવાળા કપડા પહેરેલા ધીરજના રૂપને જોઈને બધા તેને પાગલ કે ભિખારી સમજે છે. માણસની જેમ ધીરજ સીએમઓ ઓફિસમાં ફરતો રહે છે. પરંતુ જ્યારે લોકોને ખબર પડી કે ધીરજ કોઈ સામાન્ય માણસ નથી. ત્યારથી લોકો તેને કરોડપતિ સ્વીપર કહેવા લાગ્યા.

ધીરજના પિતા આ વિભાગમાં સફાઈ કામદાર તરીકે કામ કરતા હતા અને નોકરીની વચ્ચે જ તેમનું અવસાન થયું હતું. ત્યારબાદ મૃતકના આશ્રિત તરીકે ધીરજને તેના પિતાને બદલે 2012માં સફાઈ કામદારની નોકરી મળી હતી. ત્યારથી તેણે બેંકમાંથી પોતાનો પગાર ઉપાડ્યો નથી. ધીરજ લોકો પાસે પૈસા માંગીને પોતાનું ગુજરાન ચલાવે છે. આ સિવાય તેની માતાનું પેન્શન પણ આવે છે. ખાસ વાત એ છે કે ધીરજ સરકારને ઈન્કમ ટેક્સ પણ આપે છે.

Niraj Patel