બોલીવુડમાં એવી ઘણી અભિનેત્રીઓ છે જેઓની અચાનક જ મૃત્યુ થઇ ગઈ હતી.આ અભિનેત્રીઓએ ખુબ ઓછા સમયમાં ખુબ નામ અને સફળતા મેળવી હતી. આ એવી અભિનેત્રીઓ હતી જેઓની ગણતરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી વધારે ફી લેનારી અભિનેત્રીઓમાં પણ થાતી હતી.

આ અભિનેત્રીઓએ પોતાના કેરિયરના દરમિયાન કરોડોની સંપત્તિ કાયમ કરી હતી અને પોતાની મૃત્યુ પછી પોતાના પરિવાર માટે સંપત્તિને છોડીને ચાલી ગઈ. આજે અમે તમને એમાંની જ અમુક અભિનેત્રીઓ વિશે જણાવીશું જેઓએ પોતાના પરિવાર માટે કરોડોની સંપત્તિ છોડી છે.

1.સૌંદર્યા:
અભિનેતા અમિતાભ બચ્ચનની સાથે ફિલ્મ સૂર્યવંશમમાં નજરમાં આવી ચુકેલી અભિનેત્રી સૌંદર્યાની મૃત્યુ વર્ષ 2004 માં થઇ ગઈ હતી.સૌંદર્યાએ 140 થી પણ વધારે ફિલ્મોમાં કામ કર્યુ છે.નિધનના સમયે સૌંદર્યા માત્ર 32 વર્ષની જ હતી. કહેવામાં આવે છે કે સૌંદર્યા પોતાના મૃત્યુ પછી પોતાના પરિવાર માટે 50 કરોડની સંપત્તિ છોડીને ગઈ છે.

2.શ્રીદેવી:
બોલીવુડની અદાકારા અને અભિનેતા બોની કપૂરની પત્ની શ્રીદેવીના નિધનથી બૉલીવુડ સહીત તેના ફૈન્સને પણ ખુબ આઘાત લાગ્યો હતો. શ્રીદેવીનું બોલીવુડ કેરિયર ખુબ જ શાનદાર રહ્યું હતું અને એકથી એક બેસ્ટ ફિલ્મો આપી છે.શ્રીદેવીની ગણતરી તે અભિનેત્રીઓમાં થાય છે જેમણે શૌહરતની સાથે સાથે ખુબ નામ પણ કમાયું છે.વર્ષ 2018 માં દુબઈની એક હોટેલમાં બાથટબમાં ડૂબી જવાથી શ્રીદેવીની મૃત્યુ થઇ હતી. શ્રીદેવી પોતાના મૃત્યુ પછી પોતાના પરિવાર માટે 247 કરોડ રૂપિયાની સંપત્તિ છોડીને ગઈ છે.

3. દિવ્યા ભારતી:
બોલીવુડની સૌથી સુંદર અભિનેત્રીઓમાં શામિલ દિવ્યા ભારતીની મૃત્યુ માત્ર 19 વર્ષની ઉંમરમાં જ થઇ ગઈ હતી.મૃત્યુના સમયે દિવ્યા ભારતી બોલીવુડની સૌથી સુંદર અને સફળ અભિનેત્રીઓમાંની એક હતી.માત્ર 14 વર્ષની ઉંમરમાં જ દિવ્યા ભારતીને ફિલ્મો માટે ઓફર મળવા લાગ્યા હતા.એક વર્ષમાં તેણે 14 જેટલી ફિલ્મોમાં કામ કર્યુ હતું રિપોર્ટ અનુસાર દિવ્યા

ભારતી એક ફિલ્મ માટે તે સમયે 25 લાખ રૂપિયા ચાર્જ લેતી હતી.દિવ્યા ભારતીએ ખુબ નાની ઉંમરમાં સાજીદ નડિયાદવાલા સાથે લગ્ન કર્યા હતા.રિપોર્ટ અનુસાર દિવ્યા ભારતી પોતાની પાછળ 25 કરોડની સંપત્તિ છોડી ગઈ હતી.
4. જીયા ખાન:

અભિનેત્રી જીયા ખાને ખુબ નાની ઉંમરમાં સફળતા મેળવી લીધી હતી.જીયા ખાને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા પછી ખુબ જલ્દી સફળતાની સીઢી ચઢી લીધી હતી.જીયા ખાને પોતાના કેરિયેરમાં અમિતાભ બચ્ચન અને આમિર ખાન જેવા દિગ્ગજ અભિનેતાઓ સાથે કામ કર્યુ હતું. જીયા ખાને લગ્ન કર્યા ન હતા.વર્ષ 2013 માં માત્ર 25 વર્ષની ઉંમરમાં જ જીયા ખાને આત્મહત્યા કરી લીધી હતી.રિપોર્ટ અનુસાર જીયા ખાન પોતાની પાછળ 10 થી 15 કરોડની સંપત્તિ છોડી ગઈ છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.