ચોમાસુ શરૂ થતા જ વડોદરામાં આવ્યા મહેમાનો, પાણી ભરાયેલી ગટરનું ઢાંકણું ખોલતા જ નીકળ્યો મગર, તો કચ્છમાં પણ…જુઓ વીડિયો

ગુજરાતમાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે, ઠેર ઠેર મેઘરાજાએ મહેર કરી દીધી છે, ત્યારે વડોદરામાં પણ સારો એવો વરસાદ વરસ્યો અને તેના કારણે ઠેર ઠેર પાણી પણ ભરાઈ ગયેલા જોવા મળ્યા હતા. ત્યારે હવે વરસાદમાં વડોદરા વાસીઓને રહેણાક વિસ્તારમાં મગર નીકળવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર પાદરા તાલુકાના ચાણસદ ગામ પાસે ખલીપુર ગામમાં આવેલી એક કંપની દ્વારા વરસાદ પાણીના સંગ્રહ માટે એક કુત્રિમ તળાવ બનાવવામાં આવ્યું છે, ત્યારે આ તળાવની અંદર વરસાદના પાણી સાથે એક મગર તણાઈ આવતા લોકોમાં ડર પ્રસરી ગયો હતો. આ મગરને કંપનીમાં રહેતા મજૂરો જોતા જ હેરાન રહી ગયા હતા.

ત્યારે આ બાબતની જાણ પ્રાણી ક્રૂર નિવારણ સંસ્થાને કરવામાં આવતા સંસ્થાના અગ્રણી રાજ ભાવસારની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી અને મગરને બહાર કાઢવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રેસ્ક્યુ ટીમ દ્વારા 4 કલાકની ભારે મહેનત બાદ 5 ફૂટ લાંબા મગરને બહાર કાઢવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ મગરને ફોરેસ્ટ વિભાગને સોંપી દેવામાં આવ્યો છે.

તો અન્ય એક ઘટનામાં વાઘોડિયા રોડ ઉપર આવેલા પરિવાર ચાર રસ્તા ઉપર આવેલા પૂજા પાર્ક ગાર્ડન પાસે પણ એક 4 ફૂટ લાંબો મગર નીકળતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. આ મગર ગટરમાંથી બહાર નીકળ્યો હતો. પાણીના નિકાલ માટે ગટરનું ઢાંકણું ખોલતા જ મગર નીકળ્યો હતો. જેને સ્થાનિકો દ્વારા પકડી અને ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી હતી. ફોરેસ્ટ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી મગરનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

તમને જણાવી દઈએ કે વડોદરામાં આવેલી વિશ્વામિત્રી નદીમાં મોટી સંખ્યામાં મગર રહેલા છે. વરસાદમાં પાણી વધવાના કારણે મગર રહેણાક વિસ્તારમાં પણ આવી જતા હોય છે, આ પહેલા પણ આવી ઘણી ઘટનાઓ સામે આવી છે. ઘણીવાર એવા પણ દૃશ્યો સામે આવે છે જેમાં ગલીઓની અંદર પણ મગર ફરતા જોવા મળે છે. વડોદરાને તેના કારણે જ મગરની નગરી પણ કહેવામાં આવે છે.

Niraj Patel