ખબર

વડોદરા વાસીઓને વરસાદ બાદ આવી નવી આફત, મગર દેખાતા લોકોમાં ફફડાટ

લાગે છે મેઘરાજા વડોદરા પર  મહેરબાન થયા છે. મેઘરાજાએ વડોદરામાં ધનાધન 20 ઇંચ જેટલો વરસાદ વરસાવી દીધો છે. શહેરમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે. તો  બીજી તરફ વિશ્વામિત્રી નદી પણ શહેરની વચ્ચેથી પસાર થતી હોય પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. વડોદદ્ર શહેરમા મેઘરાજાએ છેલ્લા 35 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. ત્યારે લાગે છે  કે વડોદરાવાસીઓને એક પછી એક તકલીફ આવી જ રહી છે. ત્યારે વધુ એક ખતરો વડોદરાવાસીઓ પર તોડાઈ રહ્યો છે.


વિશ્વામિત્રી નદીમાં પૂરને કારણે પાણી શહેરમાં ઘુસી ગયું છે.ત્યારે પાણીની સાથે મગરે પર દેખા દેતા લોકોમાં ફફડાટ જોવા મળ્યો છે.  જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.  શહેરની એંક સોસાયટીમાં મગર તરત-તરતા આવી ચડ્યો હતો અને કૂતરાને પકડવાનો પ્રયાસ કર્યો હતો. પંરતુ કૂતરું છટકી જતા મગર ત્યાંજ ફરે છે.  પરંતુ મગર નાનો  હોવાથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. નાગરિકો જીવનજરૃરિયાતની વસ્તુઓ લેવા માટે લાકડીના સહારે બહાર નીકળે છે.


નોંધનીય છે કે, વડોદરા શહેરમાં છેલ્લે 2014માં પૂર આવતા મગરો શહેરમાં ઘુસી ગયા હતા. વિશ્વામિત્રી નદીની વાત કરવામાં આવે તો  આજવા સરોવરમાંથી પણ પાણી છોડવામાં આવી રહ્યું હોય શહેરમાં પાણી ઓસરતાં જ નથી. જેના લઈને નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. તો વિશ્વામિત્રી નદીમાં અંદાજે 300 જેટલા મગર વસવાટ કરતા હોય ચોમાસામાં શહેરમાં આવી ચડે છે. તો સરકાર દવારા હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે.


વરસાદની ગંભીરતાને ધ્યાનમાં લઈને સરકાર દ્વારા NDRF અને ફાયરબ્રિગેડની ટિમો તૈનાત કરવામાં આવી છે.  ભારે વરસાદને પગલે તંત્ર દવારા શાળા-કોલેજમાં પણ રજા જાહેર કરવામાં આવી છે. તો  મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ સમગ્ર પરિસ્થતિનીનો તાગ મેળવવા માટે તાકીડી બેઠક બોલાવી સમીક્ષા કરી હતી.  તો ભારે વરસાદને પગલે ટ્રેન વ્યવહાર, ફ્લાઇટને અસર પહોંચી છે. અમુક ટ્રેન રદ કરવામાં આવી છે. તો  ફલાઇટને પણ ડાયવર્ટ કરવામાં આવી છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks