આ ભાઈની પાછળ પડ્યો ખતરનાક મગર, ઉભી પુછડીએ એવી રીતે ભાગ્યો કે વીડિયો જોઈને તમારા મોતિયા પણ મરી જશે, જુઓ

ઈન્ટરનેટ ઉપર પ્રાણીઓને લગતા ઘણા બધા વીડિયો રોજ વાયરલ થતા હોય છે. ઘણા એવા પણ વીડિયો જોવા મળતા હોય છે જેમાં પ્રાણીઓ શિકાર કરતા હોય છે, તો ઘણીવાર અન્ય પ્રાણીઓ ઉપર હુમલો કરતા પણ જોવા મળે છે. તો ઘણીવાર પ્રાણીઓ માણસો ઉપર પણ હુમલો કરે છે. પરંતુ હાલ વીડિયોમાં એક એવી ઘટના કેદ થઇ છે જેને જોઈને કોઈના પણ રૂંવાડા ઉભા થઇ છે. આ વીડિયોમાં એક મગર માણસ પાછળ ભાગતો જોવા મળે છે.

કેટલાક વૈજ્ઞાનિકો એમ પણ કહે છે કે ડાયનાસોરની પ્રજાતિમાંથી મગર એકમાત્ર પ્રાણી બાકી છે. મગર કદમાં જેટલો મોટો છે તેટલો જ ખતરનાક છે. મગર વિશે ઘણીવાર એવું કહેવામાં આવે છે કે તે તેના શિકારને છોડતો નથી. એકવાર શિકાર તેના મજબૂત જડબામાં ફસાઈ જાય પછી તે બહાર નીકળવું અશક્ય છે.

વાયરલ થઈ રહેલી ક્લિપમાં, એક વિશાળ મગર એક વાડાની અંદર એક માણસ પર ઝપાઝપી કરતો જોઈ શકાય છે. તે વાડાની આસપાસ કૂદી રહ્યો છે અને માણસને પકડવાનો પ્રયાસ કરે છે. સરિસૃપને તેના પંજા પર ઊભેલા અને તેજ ગતિએ દોડતા જોઈ શકાય છે જે તમે પહેલા ભાગ્યે જ જોયા હશે.

થોડીક સેકન્ડનો આ વિડિયો તમારા રૂંવાડા પણ ઊંચા કરી દેશે. જેવો ભયંકર મગર વ્યક્તિ તરફ દોડ્યો, તેણે પોતાનો જીવ બચાવવા માટે પુરી તાકાતથી ભાગવા લાગ્યો. જો કે, તે થોડી જ સેકન્ડોમાં શાંત થઈ ગયો અને તે વ્યક્તિએ અંતિમ શ્વાસ લીધા. સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, અને ઘણા લોકો તેના પર પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Niraj Patel