નદીમાંથી નીકળીને ગામની અંદર આરામથી ફરી રહ્યો હતો મગર, વીડિયો થઇ ગયો વાયરલ, આવો ભયાનક મગર જોઈને તમે પણ બૂમ પાડી ઉઠશો

મગર એ પાણીમાં રહેતું પ્રાણી છે એ આપણે બધા જ જાણીએ છીએ, પરંતુ સોશિયલ મીડિયા અને સમાચારમાં ઘણીવાર એવી ઘટનાઓ પણ સામે આવે છે કે મગર પાણીમાંથી બહાર આવી અને ગામમાં પણ આવી જતો હોય છે. વડોદરાની અંદર જયારે વિશ્વામિત્રીનું પાણી ફરી વળ્યું ત્યારે કેટલાય મગર રસ્તાઓ ઉપર આવી જતા આપણે જોયા હતા.

પરંતુ હાલ એક એવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જે ડરામણો પણ છે અને સાથે સાથે રોમાંચક પણ છે. સોશિયલ મીડિયામાં વાયરલ થઇ  રહેલા આ વીડિયોએ લોકોનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું છે.

વાયરલ થઇ રહેલા આ વીડિયો કર્ણાટકના એક ગામનો હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યાંના ફળિયાની અંદર એક મગર આરામથી ફરતો જોવા મળી રહ્યો છે. આ વાયરલ વીડિયોને લોકોએ ખુબ જ શેર કર્યો છે. ન્યુઝ એજન્સી ANI દ્વારા પણ આ વીડિયોને શેર કરવામાં આવ્યો છે. જેમાં આ મગર દાંદેલીના કોગીલબન ગામનો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ગામના ફળિયાની અંદર ફરી રહેલા આ મગરને જોઈને લોકોમાં પણ ડરનો માહોલ જોવા મળ્યો હતો, પરંતુ મગર તો આરામથી ફરી રહ્યો હતો.  અધિકારીઓએ મગરને બચાવીને નદીમાં છોડી મુક્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

સોશિયલ મીડિયામાં આ વીડિયો હવે ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, લોકો પણ આ વીડિયોને ખુબ જ પસંદ પણ કરી રહ્યા છે. ઘણા લોકો આ વીડિયોને જોઈને મજેદાર કોમેન્ટ પણ કરી રહ્યા છે. ગામના ફળિયાની અંદર આરામથી ફરી રહેલા મગરને જોઈને ઘણા લોકો પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

Niraj Patel