ખબર ધાર્મિક-દુનિયા

ખોડિયાર માતાજીના મંદિરમાં ચોરીની ઘટના બાદ જોવા મળ્યો મગર, લોકોએ ચમત્કાર સમજી કરી મગરની પૂજા

આપણો દેશ ચમત્કારોનો દેશ માનવામાં આવે છે, અને અવારનવાર આપણે અજીબોગરીબ ચમત્કારના કિસ્સાઓ વિશે સાંભળતા હોઈએ છીએ ત્યારે રવિવારના રોજ મહીસાગર જિલ્લામાં પણ આવી જ એક ચમત્કારી ઘટના બની હતી, જેને સૌને ચોંકાવી દીધા હતા.

મહીસાગર જિલ્લાના લુણાવાડાના પાલ્લા ગામમાં આવેલા ખોડિયાર માતાજીના મંદિરમાં દાનપેટીની ચોરીની ઘટના બની હતી, આ પછીના કલાકોમાં જ મંદિરમાં મગર ઘુસી આવ્યો હતો જેને કારણે અહીંના સ્થાનિક લોકો આશ્ચર્યચકિત થયા હતા. મગરને જોવા માટે મંદિરમાં સ્થાનિક લોકોની ભીડ ઉમટી આવી હતી. મંદિરમાં ચોરી બાદ મંદિરમાં મગર જોવા મળતા સ્થાનિક લોકોની શ્રદ્ધામાં વધારો થયો છે.

Image Source

ખોડિયાર માતાજીના મંદિરમાં માતાજીની સાથે જ મગરને પણ સ્થાન આપવામાં આવે છે ત્યારે લોકો આને માતાજીનો ચમત્કાર સમજીને મગર માતાજીનો હોવાનું અનુમાન લગાવી રહયા છે. લોકોએ મગરના દર્શન કર્યા હતા અને કેટલાક લોકોએ મગર પર કંકુ અને હાર પણ ચડાવ્યા હતા.

Image Source

માહિતી અનુસાર, આ મંદિરમાં કેટલાક અજાણયા ઈસમોએ આવીને ચોરી કરી હતી, જેમાં તેઓ મંદિરની દાન ગયા હતા. આ ઘટનાના ગણતરીના કલાકો બાદ જ મંદિરની અંદર મગર ઘુસી ગયો હતો, તેથી લોકો એવું માની રહયા છે કે માતાજીએ મગરને મંદિરના રક્ષણ માટે મોકલ્યો છે. જો કે મંદિરમાંથી દાનપેટી કોણે ચોરી અને કઈ રીતે ચોરી એ બાબતે કોઈ માહિતી હજુ સુધી નથી મળી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks