મગરનો ખેલ પડી ગયો ઉલટો, જીવતા કરચલા ને ખાવા ગયો અને થઇ ગયો એનો જ દાવ

સોશિયલ મીડિયા ઉપર પ્રાણીઓને લઈને ઘણા વીડિયો વાયરલ થતા હોય છે, અને તેમાં પણ વાઘ, સિંહ અને મગરના વીડિયો જોવાનું લોકો ખુબ જ પસંદ કરે છે. મગરને પાણીનો રાજા કહેવામાં આવે છે, તે કોઈપણ જીવને આખો જ ગળી જવાની ક્ષમતા ધરાવે છે, પરંતુ હાલ જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તેમાં મગરનો આ દાવ ઉલટો પડતો દેખાઈ રહ્યો છે.

મગર ખુબ જ શક્તિશાળી હોય છે, પરંતુ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે તેમાં તે એક નાના જીવન કારણે હેરાન થતો જોવા મળી રહ્યો છે. વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર જોઈ શકાય છે કે એક મગર શાંતિથી સુઈ રહ્યો છે અને અચાનક ઉપરથી કરચલા પડે છે, જેમાંથી એક કરચલાને મગર જીવતો ખાઈ જાય છે.

પરંતુ પછી મગરની હાલત જોવા જેવી થાય છે, તે આમ તેમ ગુલાટીયા મારવા લાગે છે, પછી પાછો તે સ્વસ્થ થઇ જાય છે અને બીજા કરચલાને પણ ખાઈ જાય છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

ઘણા લોકો આ વીડિયોને શેર કરી રહ્યા છે અને મજેદાર કોમેન્ટ પણ કરી રહ્યા છે. લોકોને પણ આ વીડિયો ખુબ જ પસંદ આવી રહ્યો છે.

Niraj Patel