ક્યારેક ખાવાના પણ પૈસા નહોતા રોનાલ્ડો પાસે, આજે પહેરે છે હીરા જડિત ઘડિયાળ, 100 કરોડના જેટમાં કરે છે સવારી, આવી છે તેની વૈભવી લાઈફ

લગ્ન કર્યા વગર 4 બાળકોનો પિતા છે રોનાલ્ડો, ગર્લફ્રેન્ડ સાથે ફરે છે 100 કરોડના વૈભવી પ્લેનમાં,જુઓ તસવીરોમાં જીવે છે આવું શાનદાર વૈભવી જીવન

દુનિયાના મહાન ફૂટબોલરમાંથી એક એવા ક્રિસ્ટીયાનો રોનાલ્ડો તેની રમતના કારણે ખુબ જ ચર્ચામાં રહે છે, હાલમાં પણ તે એક વિવાદને લઈને ચર્ચામાં આવી ગયો છે, પરંતુ આ ઉપરાંત તે પોતાની વૈભવી લાઈફને લઈને પણ અવાર નવાર ચર્ચામાં આવતો રહે છે. રોનાલ્ડો મોંઘી મોંઘી વસ્તુઓનો શોખીન છે અને તેના કારણે જ તે વૈભવી લાઈફ જીવે છે.

રોનાલ્ડો દુનિયાની સૌથી મોંઘી કારનો પણ માલિક છે. તેની આ કાર સ્પોર્ટ્સ કાર કંપની બુગાટીની છે. કંપનીએ આવી 10 જ કાર બનાવી છે. આ કારનું નામ છે બુગાટી લા વાઓએવર (સેન્ડોટીસી). જેની કિંમત લગભગ 8.5 મિલિયન યુરો એટલે કે 75 કરોડ રૂપિયા જેટલી થાય છે. રોનાલ્ડો ના ફક્ત મોંઘી કાર પરંતુ મોંઘી ઘડિયાળ અને આલીશાન લાઈફ સ્ટાઇલ માટે પણ જાણીતો છે.

રોનાલ્ડો એક ઇવેન્ટમાં રોલેક્સ જીએમટી માસ્ટર આઈસ મોડલ વાળું ઘડિયાળ પહેરેલો જોવા મળ્યો હતો. આ ઘડિયાળની કિંમત ભારતીય નાણાં અનુસાર 3.5 કરોડ રૂપિયા છે. એટલે કે આટલી રકમમાં તો કોઈ BMW કાર પણ ખરીદી શકે.

રોનાલ્ડોએ 2019માં 55 લાખ પાઉન્ડ એટલે કે લગભગ 54 કરોડની કિંમત વાળું લક્ઝુરિયસ પાણીનું જહાજ પણ ખરીદ્યુ હતું. 88 ફૂટ લાંબા આ જહાજની અંદર 5 અલગ અલગ લકઝરી કેબીન અને રોયલ સુવિધા સભર 6 બાથરૂમ છે.

રોનાલ્ડોએ 2015માં એસ્ટ્રા ગેલેક્સી પ્લેનને 15 મિલિયન પાઉન્ડમાં ખરીદ્યુ હતું. એક સમય એવો પણ હતો જયારે તેની પાસે પેટ ભરવાના પણ પૈસા નહોતા. પરંતુ હવે તે પોતાની ગર્લફ્રેન્ડ અને પાર્ટનરને જાર્જિના રોડ્રિગ્સને પ્રાઇવેટ જેટમાં સફર કરાવે છે.

રોનાલ્ડોના આ જેટમાં ખુબ જ જગ્યા છે. જેમાં 8થી 10 લોકો આરામથી સફર કરી શકે છે. રોનાલ્ડો યુરોપ ટુર દરમિયાન સામાન્ય રીતે આ પ્લેનનો જ ઉપયોગ કરે છે.

રોનાલ્ડોના આ જેટની અંદર એક બેડ ઉપરાંત ડિઝાઈનર કપડાથી ભરાયેલું એક વોડરોબ પણ છે. આ ઉપરાંત પ્લેનમાં વાઈ ફાઈ, ટેલિફોન, માઇક્રોવેવ, ફ્રિજ અને મનોરંજન સિસ્ટમ પણ છે. આ સાથે જ આ પ્લેનમાં રોનાલ્ડોના ગોલ કરવાની ફિલ્મ પણ છે, જે તેમાં સફર કરવા આવનાર લોકોને બતાવવામાં આવે છે.

Niraj Patel