રસોઈ

કોલેસ્ટ્રોલના દર્દી માટે હવે બનાવો તેલ વગરની અને ગ્લુકોન, સ્ટાર્ચ અને ઓછી શર્કરાવાળી એક્દમ ક્રિસ્પી અને સોફ્ટ ભાખરી …

હેલ્લો ફ્રેન્ડ કેમ છો ? હું તૃપ્તિ ત્રિવેદી, તમારા સૌનું સ્વાગત છે. આજે હું તમારા સૌની માટે એક સ્પેશિયલ ભાખરી બનાવવાની રીત લઈને આવી છુ. એ પણ એક ચમચી પણ તેલનો ઉપયોગ કર્યા વગર સોફ્ટ અને ક્રિસ્પી ભાખરી કેવી રીતે બનાવવી એની સ્ટેપ બાય સ્ટેપ રીત અને વીડીયો.

મોટાભાગના ઘરોમાં ડાયાબિટીસના દર્દી હોય છે. અને એ લોકોને ઘઉં ખાવાની મનાઈ હોય છે અથવા તો ઘઉં કે ઘઉના લોટમાંથી બનેલ વાનગી ખાવા પર રોક લગાવવામાં આવે છે. પરંતુ આજે હું તમને એક એવી રીત બતાવીશ જેના કારણે ઘઉંના લોટમાં રહેલ ગ્લુટોન, શર્કરા અને સ્ટાર્ચ એક્દમ ઓછા થઈ જશે અને પછી એ જ લોટની તેલ વગરની ભાખરી કેવી રીતે બાનવવી એની સંપૂર્ણ વિગત. તો ચાલો જોઈએ રીત

સામગ્રી:

  • ઘઉંનો લોટ (જરૂર મુજબ)
  • મલાઈ ૨ ચમચી
  • લોટ બાંધવા માટે જરૂરી પાણી

બનાવવાની રીત:
સૌથી પહેલા તો ઘઉંનો લોટ તમારે જેટલી ભાખરી બનાવવી હોય એ અંદાજે ચાળીને લઈ લેવાનો છે. એ લોટને એક ઢાંકણવાળા બાઉલમાં લઈ લો. તમે જો બાઉલમાં ના લો તો એક સ્વચ્છ કપડામાં પણ બાંધી શકો છો.

હવે એક સ્ટીમર લો અને તેની અંદર બે ગ્લાસ પાણી ઉમેરો. અને થોડું પાણી ગરમ થાય એટલે સ્ટીમરમાં સ્ટેન્ડ મૂકી એના ઉપર લોટનુ બાઉલ ઢાંકીને મુકો અથવા લોટની વાળેલ પોટલી મૂકો અને સ્ટીમરનું ઢાંકણ બંધ કરી વરાળે લોટને કોરો જ બાફવા દો.

બાઉલમાં લોટ બાફવાથી લોટમાં પાણીને વરાળ નહી સ્પર્શે અને લોટ એક્દમ છૂટો જ રહેશે બફાયા પછી પણ, જ્યારે પોટલીમાં લોટ બાફવાથી કાપડની અંદર સુધી લોટની વરાળ જશે અને લોટ કઠણ પથ્થર જેવો બની જશે અને લોટને પછી ખાંડીને ચાળવો પડશે…એના કરતાં લોટને બાઉલમાં જ બાફવો સૌથી સરળ પડે છે.

20 મિનિટ સુધી લોટને બાફવાનો છે. લોટ બફાઈ જાય એટલે તેને ઠંડો થવા માટે મૂકી દો અને પછી બાફેલા લોટને સરખો ચાળી લો.

(આવી રીતે લોટને બાફવાથી ઘઉંના લોટમાં રહેલ સ્ટાર્ચ, શર્કરા અને ગ્લુટોનનું પ્રમાણ નહીવટ બની જશે અને લોટમાં તમે જોશો કે બિલકુલ ચીકાશ નહી રહે, આમ લોટ એકસાથે બાફીને ચાળીને તમે 15 દિવસ સુધી ફ્રીજમાં મૂકીને ઉપયોગમાં લઈ શકો છો.)

ચાળી લીધા બાદ લોટમાં વચ્ચે ખાડો કરી એક ચમચી મલાઈ ઉમેરો અને હાથની મદદથી સરખી મિક્સ કરો.

હવે મલાઈ અને લોટ સરસ મિક્સ થઈ જાય એટલે જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધી લો.

હાથ વડે લોટના ગોરણા વાળી તેને પાટલી વેલણની મદદથી વણી લો , આમ બધી જ ભાખરી વણી લેવાની છે.

અને લોઢી અથવા તાવડી પર મધ્યમ તાપે ભાખરી શેકી લો.      તો બનીને તૈયાર છે સ્વાદિષ્ટ, ક્રિસ્પી, સોફ્ટ તેલ વગરની હેલ્ધી ભાખરી.

આશા છે કે આપ સૌને મારી આ રેસીપી પસંદ આવી શે. જો ગમે તો શેર કરો લાઈક કરો અને મારી યુ ટ્યુબ ચેનલ “ફૂડ શિવા “ ને સબસ્ક્રાઈબ જરૂર કરજો.

રેસીપીની લિન્ક :

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks