ખબર ફિલ્મી દુનિયા

ડ્રગ્સ મામલામાં હવે આનું પણ નામ આવ્યું તો ક્રાઇમ બ્રાન્ચે ફટકારી નોટિસ, જાણો વિગત

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ કેસ બાદ સામે આવેલા ડ્રગ્સ કનેક્શનમાં બોલીવુડના ઘણા બધા લોકો સંડોવાયેલા જોવા મળ્યા છે. ત્યારે અભિનેતા વિવેક ઓબેરોયના ઘરે છાપામારી કરીને બેંગ્લોર સીટી પોલીસની ક્રાઇમ બ્રાન્ચની ટીમે હવે વિવેકની પત્ની પ્રિયંકાને નોટિસ ફટકારી છે. સૈન્ડલવુડ ડ્રગ્સ કેસમાં નામ આવ્યા બાદ કાલે બેંગ્લોર પોલીસ વિવેક ઓબેરોયના સાળા આદિત્ય અલ્વાની શોધમાં તેના ઘરે ગઈ હતી.

Image Source

એવું જણાવવામાં આવી રહ્યું છે કે વિવેક ઓબેરોયનો સાળો આદિત્ય અલ્વાની કથિત રૂપે સલિપ્તતાના કારણે છાપેમારી કરવામાં આવી રહી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે એક પોલીસ અધિકારીએ કહ્યું છે કે આદિત્ય અલ્વા ફરાર છે. વિવેક ઓબેરોય તેનો સંબંધી છે અને અમને અલ્વાના સંબંધમાં કેટલીક જાણકારી મળી છે. અમે મામલાની તપાસ કરવા માંગીએ છીએ અને કોર્ટનું વોરંટ લઈને ક્રાઇમ બ્રાન્ચની ટિમ મુંબઈમાં તેના ઘરે ગઈ હતી.

આદિત્ય અલ્વાના ફરાર થયા બાદ વેવેક ઓબેરોયની પત્નીને ક્રાઇમ બ્રાન્ચે નોટિસ મોકલી છે. તેની પાસે આદિત્ય વિશેની પુછપરછ કરવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે આદિત્ય પ્રિયંકાના સતત સંપર્કમાં રહ્યો છે. જેના કારણે પ્રિયંકા પાસેથી તેના વિશેની ઘણી સાબિતી મળી શકે છે.

Image Source

સૈન્ડલવુડ ડ્રગ્સ કેસમાં ઘણા ડ્રગ પેડલરની ધરપકડ થઇ ચુકી છે. તો અભિનેત્રી રાગીણી દ્વિવેદીને ડ્રગ્સ ટેસ્ટ કર્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી. આદિત્ય ઉપર આરોપ છે કે તે ડ્રગ પેડલિંગમાં સામેલ હતો.

Image Source

આદિત્ય પર એવા પણ આક્ષેપ છે કે તેણે પોતાના હેબ્બલ લેક સ્થિત ફાર્મહાઉસમાં અનેક રેવ પાર્ટી યોજી હતી અને અહીંયા સૈન્ડલવુડ સાથે જોડાયેલા અનેક સેલેબ્સ આ પાર્ટીમાં હાજર રહ્યા હતા.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.