આ ભારતીય ક્રિકેટરોની પત્નીઓ છે ખુબ જ ભણેલી ગણેલી, કોઈ છે ડોક્ટર તો કોઈ છે એન્જીનીયર, જાણો કોણ કોણ છે આ લિસ્ટમાં

ટી-20 વર્લ્ડ કપનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે આ સમયમાં ક્રિકેટરો અને તેમના જીવન વિશે જોડાયેલી ઘણી બાબતો સામે આવી રહી છે. ચાહકો ક્રિકેટરોના જીવન વિશે પણ જાણવા આતુર હોય છે, ત્યારે તેમની પર્સનલ લાઈફ વિશેની ઘણી વાતો હેરાન કરી દેનારી પણ હોય છે. આજે અમે તમને ભારતીય ટીમના એવા ખેલાડીઓ વિશે જણાવીશું જેમની પત્નીઓ ખુબ જ ભણેલી ગણેલી છે અને સફળતાની ટોચ ઉપર છે.

1. વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા:
ભારતીય ટીમના કપ્તાન વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્માને આજે કોઈ ઓળખાણની જરૂર નથી, તે બોલીવુડની એક નામચીન અભિનેત્રી છે. અનુષ્કાએ બોલીવુડમાં ઘણી હિટ ફિલ્મ આપી છે. અનુષ્કા ક્લીન સ્ટેટ ફિલ્મ્સ પ્રોડક્શન લીમીટેડની માલિક પણ છે. વાત કરીએ અનુષ્કાના અભ્યાસની તો તેને આર્ટસમાં ગ્રેજ્યુએશન કર્યું છે અને ઇકોનોમિક્સમાં માસ્ટર કર્યું છે.

2. રોહિત શર્માની પત્ની રિતિકા સજદેહ:
ભારતીય ક્રિકેટ ટીમના હિટમેન રોહિત શર્માની પત્ની રિતિકા સજદેહ પણ ખુબ જ સફળ સ્ત્રી છે. રિતિકા સ્પોર્ટ્સ ઇવેન્ટ મેનેજર છે અને તે રોહિત શર્માની ક્રિકેટ મેનેજરના સ્વરૂપે પણ કામ કરતી હતી. રિતિકાએ ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કર્યો છે.

3. બુમરાહની પત્ની સંજના ગણેશન:
ભારતીય ટીમના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે માર્ચ 2021માં સ્પોર્ટ્સ એન્કર સંજના ગણેશન સાથે લગ્ન કર્યા હતા. સંજના પણ ખુબ જ ભણેલી ગણેલી છે. તેને કમ્પ્યુટર સાયન્સમાં બીટેક કર્યું છે.

4. મોહમ્મદ સામીની પત્ની હસીન જહાં:
ભારતીય ટીમના બીજા એક સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ સામીની પત્ની હસીન જહાંએ કલકત્તા યુનિવર્સીટીથી ગ્રેજ્યુએશનનો અભ્યાસ કર્યો છે. હસીન જહાં એક મોડલ પણ છે. જો કે હસીન જહાં અને મોહમ્મદ સામીનું લગ્ન જીવન ખુબ જ વિવાદોમાં રહ્યું છે.

5. મહેન્દ્રસિંહ ધોનીની પત્ની સાક્ષી:
ભારતીય ટીમના સૌથી સફળ ભૂતપૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષી ધોનીએ મહારાષ્ટ્રના ઔરંગાબાદથી હોટલ મેનેજમેન્ટનો કોર્ષ કર્યો છે. સાક્ષી તેના પતિ ધોનીને મળતા પહેલા તાજમાં નોકરી કરતી હતી. હવે તે આમ્રપાલી માહી ડેવલપર્સ પ્રા.લિ.ના ડિરેક્ટર છે અને તેના આઇટી 25% શેર ધરાવે છે.

6. સચિન તેંડુલકરની પત્ની અંજલિ:
ક્રિકેટની દુનિયાના ભગવાન તરીકે ઓળખાતા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની પત્ની અંજલિ તેંડુલકર વ્યવસાયે ડોક્ટર છે. સચિન અને અંજલિમાં ઉંમરનો પણ 5 વર્ષનો તફાવત છે. સચિન અંજલિ કરતા 5 વર્ષ નાનો છે.

7. રવિન્દ્ર જાડેજાની પત્ની રિવા સોલંકી:
ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા એક શાનદાર ઓલરાઉન્ડર છે. રવિન્દ્ર અને રીવાની મુલાકાત પહેલી વાર એક પાર્ટીમાં થઇ હતી. રિવા રાજકોટના એક કોંટ્રાક્ટર અને કરોડપતિ બિઝનેસમૅન હરદેવ સિંહ સોલંકીની દીકરી છે. તેણે મિકેનિકલ એન્જીનીયરીંગ કરેલું છે

Niraj Patel