ખેલ જગત મનોરંજન

છૂટાછેડા લીધેલી આ મહિલાઓ ઉપર આવ્યું હતું 5 ક્રિકેટરોનું દિલ, ત્રીજા નંબરનાએ તો કર્યા આ મોટા ખેલાડીની પત્ની સાથે જ લગ્ન

તલાક લીધેલી આ સુંદર મહિલાઓ પર આવ્યું 5 ક્રિકેટરોનું દિલ, દુનિયાની પરવાહ કર્યા વગર કરી લીધા લગ્ન

સેલિબ્રિટીઓમાં ઘણા એવા કલાકારો છે જેમની લવ સ્ટોરી જાણીને ખરેખર નવાઈ લાગે, આપણા ભારતીય ટીમના એવા પાંચ ખેલાડીઓ છે જેમનું દિલ છૂટાછેડા લીધેલી મહિલાઓ ઉપર આવ્યું હતું અને દુનિયા કે સમાજની ચિંતા કાર્ય વગેરે તેમને એકબીજા સાથે લગ્ન પણ કરી લીધા, અને આ ક્રિકેટર કોઈ સામાન્ય ક્રિકેટર પણ નહોતા ભારતીય ટીમના ખ્યાતનામ ખેલાડીઓ હતા. ચાલો જાણીએ એ કોણ હતા.

Image Source

શિખર ધવન:
ભારતીય ટીમના ધુંઆધાર ઓપનિંગ બેટ્સમને શિખર ધવન જેને આપણે ગબ્બરના નામથી ઓળખીએ છીએ તેને પણ એક ડિવોર્સી મહિલા સાથે લગ્ન કર્યા છે. તેની પત્ની આયશા ઓસ્ટ્રેલિયાની એક બોક્સર છે. આયશાના ડિવોર્સ થઇ ગયા હતા અને તેને બે બાળકો પણ હતા, બંનેને વચ્ચે પણ ઉંમરમાં 10 વર્ષનું અંતર છે.

Image Source

અનિલ કુંબલે:
ભારતીય ટીમના ભૂતપૂર્વ મહાન સીપનર અનિલ કુમ્બલેએ 1999માં ચેતના સાથે લગ્ન કર્યા હતા, ચેતનાના પણ પહેલા ડિવોર્સ થઇ ચુક્યા હતા, અને તેને એક દીકરી પણ હતી.

Image Source

મુરલી વિજય:
તમને જાણીને નવાઈ લાગશે પરંતુ મુરલી વિજયનું દિલ તેના સાથી ખેલાડી દિનેશ કાર્તિકની પત્ની નિકિતા ઉપર જ આવી ગયું હતું, બંને વચ્ચેની અફેરની ખબરો પણ ચાલી રહી હતી, દિનેશ કાર્તિકે જયારે નિકીતાને ડિવોર્સ આપ્યા ત્યાર બાદ મુરલી વિજય અને નિકિતાએ લગ્ન કરી લીધા હતા.

Image Source

મોહમ્મ્દ સામી:
ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મોહમ્મ્દ સામી તેના લગ્નેતર સંબંધોના કારણે થોડા સમય પહેલા ઘણો જ ચર્ચામાં રહ્યો હતો, તેને પણ એક ડિવોર્સી મહિલા હસીન જહાં સાથે લગ્ન કર્યા હતા તેને એક દીકરી પણ હતી, પરંતુ હાલમાં તો હસીન અને સામીના પણ ડિવોર્સ થઇ ચુક્યા છે.

Image Source

વેંકટેશ પ્રસાદ:
ભારતીય ટીમના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર વેંકટેશ પ્રસાદે પણ 1996માં જયંતી સાથે લગ્ન કર્યા હતા, આ બંનેને અનિલ કુમ્બલે દ્વારા મલાવવામાં આવ્યા હતા. જયંતીના પહેલા પણ લગ્ન થઇ ગયા હતા અને તેના ડિવોર્સ પણ થઇ ગયા હતા.