ભારતીય ટીમના એ 7 ક્રિકેટર જેમણે બોલિવુડની અભિનેત્રી સાથે કર્યા લગ્ન, જાણો તેમની વિશે

ટીમ ઈન્ડિયાના ઘણા એેવા સ્ટાર ક્રિકેટર છે જેમણે બોલિવુડ અભિનેત્રીઓ સાથે લગ્ન કર્યા છે અને આ સિલસિલો ત્યારથી શરૂ થયો જયારે મંસૂર અલી ખાન પટૌડીએ બોલિવુડ અભિનેત્રી શર્મિલા ટાગોર સાથે લગ્ન કર્યા.

મંસૂર અલી ખાન અને શર્મિલા ટાગોર

પટોડીના નવાબ રહેલા મંસૂર અલી ખાન ટીમ ઇન્ડિયાના કેપ્ટન રહી ચૂક્યા છે. તેમણે તેમના જમાનાની ખૂબસુરત એકટ્રેસ શર્મિલા ટાગોર સાથે 1969માં લગ્ન કર્યા હતા. સૈફ અલી ખાન, સોહા અલી ખાન, સબા અલી ખાન તેમના બાળકો છે.

Image source

હરભજન સિંહ અને ગીતા બસરા

ભારતીય ક્રિકેટર હરભજન સિંહે અભિનેત્રી ગીતા બસરા સાથે 29 ઓક્ટોબર 2015ના રોજ લગ્ન કર્યા હતા. આ લગ્ન જલંધરના એક ગુરૂદ્વારામાં થયા હતા. તેઓના લગ્નએ સોશિયલ મીડિયામાં ખૂબ ધૂમ મચાવી હતી. આ લગ્નમાં ક્રિકેટ જગત અને બોલિવુડની હસ્તીઓ જેમ કે અમિતાભ બચ્ચન અને પ્રિયંકા ચોપડા જેવા નામ સામેલ છે.

Image source

ઝહીર ખાન અને સાગરિકા ઘાટગે

ઝહીર ખાને બોલિવુડ અભિનેત્રી સાગરિકા ઘાટગે સાથે લગ્ન કર્યા હતા. વિપક્ષી બેટ્સમેનોને તેમના બોલથી આઉટ કરનાર ઝહીર ખાન અભિનેત્રી સાગરિકાના હાથે ક્લીન બોલ્ડ થઇ ગયા હતા. તમને જણાવી દઇએ કે ઝહીર ખાનનું લાંબા સમય સુધી બોલિવુડ અભિનેત્રી ઈશા શેરવાની સાથે અફેર હતું. વર્ષ 2011ના વિશ્વ કપમાં ઈશા ભારતીય ડ્રેસિંગ રૂમમાં પણ જોવા મળી હતી. પરંતુ ઈશા અને ઝહીર ખાનની પ્રેમ કહાનીનો આગળ જતા અંત આવી ગયો અને એ વાતથી બધા ચોકી જયા જ્યારે ઝહીર ખાને 2016માં આઇપીએલ પહેલા ચક દે ઇન્ડિયા અભિનેત્રી સાગરિકા સાથે લગ્ન કરી લીધા.

Image source

યુવરાજ સિંહ અને હેજલ કીચ

સમગ્ર વિશ્વમાં સિક્સર કિંગના નામે પ્રખ્યાત યુવરાજ સિંહનો બોલિવુડ સાથે જૂનો જ સંબંધ છે. તેમનું નામ બોલિવુડની ઘણી અભિનેત્રીઓ સાથે જોડાઇ ચૂક્યુ છે. બોલિવુડમાં તેની ખૂબસુરતી માટે જાણીતી હેજલ કીચ જેણે 2011થી બોલિવુડમાં ફિલ્મ બોર્ડીગાર્ડથી ડેબ્યુ કર્યુ હતું. તેમની આ અદાએ યુવીનું દિલ જીતી લીધું. વર્ષ 2016માં યુવરાજ અને હેજલના લગ્ન થઇ ગયા.

Image source

મોહમ્મદ અજહરૂદ્દીન અને સંગીતા બિજલાની

ભારતીય ટીમના કેપ્ટન રહી ચૂકેલા અજહરૂદ્દીન ક્રિકેટ અને તેમની પર્સનલ લાઇફ બંનેને લઇને ચર્ચામાં રહેતા હતા. તેમણે અભિનેત્રી સંગીતા બિજલાની સાથે 1996માં લગ્ન કર્યા હતા. જો કે, આ લગ્ન વધારે ન ચાલ્યા અને તેઓ 2010માં અલગ થઇ ગયા.

Image source

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને બોલિવુડ અભિનેત્રી અનુષ્કા શર્માની પ્રેમ કહાની વર્ષ 2013માં શરૂ થઇ હતી અને તેમનો આ પ્રેમ લગ્નના બંધનમાં પણ બંધાઇ ગયો. તેમણે 11 ડિસેમ્બર 2017ના રોજ લગ્ન કર્યા હતા.

Image source

હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ બોલિવુડ અભિનેત્રી નતાશા સ્ટેનકોવિક સાથે લગ્ન કર્યા હતા. હાર્દિક અને નતાશાને 2019માં ઘણી જગ્યાએ એક સાથે સ્પોટ કરવામાં આવ્યા હતા. આ સાથે જ તેમની સોશિયલ મીડિયા એક્ટિવીટી પણ તેમના સંબંધને છૂપાવી ન શકી. નતાશાએ બોલિવુડમાં સત્યાગ્રહ સાથે ડેબ્યુ કર્યુ હતુ અને તે બાદ તે ફુકરે રિટન્સ, ધ બોડી જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. તે બિગબોસ જેવા રિયાલીટી શો પણ કરી ચૂકી છે.

Image source
Shah Jina