ખેલ જગત

આ 5 ક્રિકેટરોએ તેના સંબંધીની દીકરી સાથે કર્યા છે લગ્ન, જુઓ તસ્વીર

આજકલ કોઈ પણ સેલિબ્રિટી હોય બધાના ફેન-ફોલોઇંગ વધતા જ જાય છે. આજે ટેક્નોલોજીના જમાનામાં સૌ કોઈ પોતાના મનગમતા સેલિબ્રિટીને સોશિયલ મીડિયા દ્વારા ટ્રેક કરી શકે છે. ફેન્સને તેના જાણીતા સેલિબ્રિટી અને ક્રિકેટરની અંગત જિંદગી જલવા વિષે જાણવાની તાલાવેલી હોય છે. ફેન્સ તેના જાનૈયા ક્રિકેટરના લવ અફેર્સ અને લગ્નની વાતની લઈને ઉત્સુક હોય છે.

જેમાં ઘણા ક્રિકેટરના લગ્ન તો થઇ ગયા છે પરંતુ તેના લગ્ન વિષે જાણીને તમે પણ ચોંકી જશો. અમુક ક્રિકેટરોએ તેના સંબંધી અને જાણીતા લોકોની દીકરી સાથે જ લગ્ન જીવન ચાલુ કર્યું છે. પરંતુ આવા સંબંધોને સારા માનવામાં નથી આવતા. પરંતુ આ ક્રિકેટરોનો પ્રેમ બધાથી અલગ થઇ જાય છે.

સઇદ અનવર

Image Source

1996માં પાકિસ્તાની ક્રિકેટર સઈદ અનવરે તેની પિતરાઈ બહેન લુબના સાથે લગ્ન કર્યા હતા. લુબના ડોક્ટર છે. તે વર્ષ જ સઈદ ટેસ્ટ ક્રિકેટ મેદાનમાં તેને સારામાં સારું પ્રદર્શન આપ્યું હતું.સઈદ તેની જિંદગીમાં સારી રીતે જીવી રહ્યો હતો. અચાનક જ 2001માં તેની દીકરીનું આકસ્મિક મોત નીપજ્યું હતું. દીકરીના મોત બાદ તે સંપૂર્ણ તૂટી ગયો હતો. આ બાદ તે તેની ક્રિકેટમાં તેની કરિયરનો અંત લાવી દીધો હતો. વર્ષ 2003 વર્લ્ડ કપ બાદ સઈદ નિવૃત થઇ ગયો હતો.

મોસદ્દેક હુસૈન

Image Source

બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના યુવા ક્રિકેટર મોસદ્દેક હુસૈને વર્ષ 2012માં તેની પિતરાઈ બહેન શર્મિન સમીરા સાથે લગ્ન કર્યા હતા. મોસદ્દેક હુસૈન તેની પર્સનલ અલાઈફને લઈને ચર્ચામાં રહ્યો હતો. મોસદ્દેક હુસૈન પર તેની પત્નીએ દહેજ માટે હેરાન કરવાનો આરોપ લગાવ્યો હતો. આ મામલાના કારણે મોસદ્દેને તેની ટીમમાંથી કાઢી મુક્યો હતો.

શાહિદ અને નાદિયા

 

View this post on Instagram

 

A post shared by Shahid Afridi (@safridiofficial) on

જે ક્રિકેટરને ફેન્સ દ્વારા પ્રેમ અને નફરત લઈ છે તે છે શાહિદ અફરીદી. પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર તેની વિનમ્રતા અને પાવર ગેમ તરીકે ઓળખવામાં આવે છે. શાહિદ એવો ક્રિકેટર છે જેને તેની અંગત જિંદગીને તેના કરિયર પર હાવી થવા નથી દીધી. 20 વર્ષની ઉંમરમાં શાહીદીએ તેના મામાની દીકરી નાદિયા સાથે નિકાહ કરી લીધા હતા. શાહિદ અને નાદિયાના લગ્નને 20 વર્ષનો સમયગાળો થઇ ગયો છે. નદીયાં લાઈમલાઈટથી દૂર રહે છે. નાદિયાને કયારે પણ શાહિદના મેચ દરમિયાન જોવા નથી મળી. શાહિદ અને નાદિયા અકસા, અંશા, અજવા અને અસમારા નામની ચાર દીકરીના માતા-પિતા છે.

મુસ્તફિઝુર રહમાન 

 

View this post on Instagram

 

A post shared by Mustafizur Rahman (@mustafizur_90) on

બાંગ્લાદેશના ઝડપી બોલર મુસ્તફિઝુર રહમાને પણ તેની પિતરાઈ બહેનને મનોવિજ્ઞાનનું ભણતી સામિયા પરવીન શિમુ સાથે લગ્ન કર્યા છે. આ બંનેએ ગત વર્ષ માર્ચ મહિનામાં લગ્નગ્રંથીથી જોડાયા હતા.

સહેવાગ અને આરતી

 

View this post on Instagram

 

A post shared by Virender Sehwag (@virendersehwag) on

વીરેન્દ્ર સહેવાગ અને આરતી અહલાવત જયારે પહેલી વાર મળ્યા ત્યારે બંનેની ઉંમર 7 વર્ષની હતી. બંનેના પરિવાર એકબીજા સાથે સંબંધમાં હતા. ઉંમરની સાથે-સાથે તેની પ્રેમ કહાની પણ આગળ વધતી ગઈ હતી. આ બાદ વીરેન્દ્ર સહેવાગે આરતી સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. આ બંનેને પરિવારજનોને સમજાવવામાં ઘણો સમય લાગ્યો હતો.

આખરે બંનેના પરિવારજનો લગ્ન માટે રાજી થઇ જતા 2004માં બંનેએ લગ્ન કર્યા હતા. આજે તેના લગ્નને 16 વર્ષ જેટલા સમય થઇ ગયો છે. વીરેન્દ્ર અને આરતીને આજે 2 બાળકો આર્યવીર અને વેદાંત છે. જણાવી દઈએ કે, વીરેન્દ્ર સહેવાગના લગ્ન ભાજપના દિગ્ગ્જ નેતા અરુણ જેટલીના સરકારી બંગલામાં કરવામાં આવ્યા હતા. જેટલીએ ગત વર્ષ અંતિમ શ્વાસ લીધા હતા.