ખબર મનોરંજન

દિગ્ગજ ગુજરાતી ક્રિકેટર હાર્દિક પંડ્યા પર આભ તૂટી પડ્યુંઃ પિતાનું આ બીમારીથી અચાનક નિધન થતા ઊંડા શોકમાં

૨૦૨૧ માં વધુ એક ખરાબ સમાચાર: હાર્દિક અને કૃણાલના પિતાનું અચાનક નિધન- જાણો વિગત

ઇન્ડિયા ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ક્રિકેટર ગુજરાતી હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાના પિતાજીનું આજે વહેલી સવારે વડોદરામાં નિધન થયું હતું. સવારે હૃદયરોગનો એટેક આવતા બંધુના પિતાજી હિમાંશુભાઈ પંડ્યાનું નિધન થયું હતું. જેથી કૃણાલ પંડ્યા સૈયદ મુસ્તાક અલી ટી-20 ટુર્નામેન્ટ છોડી રવાના થયો છે. જ્યારે હાર્દિક 12.30ની ફ્લાઈટમાં હાર્દિક મુંબઈથી આવશે.

તમને જણાવી દઈએ કે ક્રિકેટર હાર્દિક પંડ્યાના પિતાજીની આર્થિક સ્થિતિ સારી નહતી, કેટલીક વખત હાર્દિક અને તેના ભાઇ કૃણાલને દિવસમાં એક વખત જ ભોજન મળી શકતુ હતું. પપ્પા પિતા હિમાંશુ પંડ્યાને કેટલીક વખત હાર્ટ એટેક પણ આવી ચુક્યો છે.

ખરાબ હેલ્થને લીધે જોબ પણ કરવી મુશ્કેલ હતી. પિતા ક્રિકેટરના મોટા ફેન્સ હતા, તે હાર્દિક અને કૃણાલને સાથે મેચ દેખાડતા હતા અને સ્ટેડિયમમાં પણ સાથે લઇ જતા હતા. અહીથી બન્ને ભાઇઓનો ક્રિકેટમાં રસ જાગ્યો અને 5 વર્ષના હાર્દિક અને 7 વર્ષના કૃણાલે ક્રિકેટ એકેડમી જોઇન કરી હતી. દીકરાની રમત પ્રત્યેની લગન જોઇ તેના પિતા વડોદરાથી મુંબઇ શિફ્ટ થઇ ગયા હતા.