વેલન્ટાઈન દિવસ ઉપર કંઈક આ રીતે કર્યું વેલન્ટાઈન વિશ: આ ૬ ક્રિકેેટરોએ વેલેન્ટાઇન્સને બનાવ્યો યાદગાર જુઓ તસવીરોમાં..
દુનિયાભરમાં 14 ફેબ્રુઆરીના વેલેન્ટાઈન દિવસ મનાવવામાં આવ્યો હતો. પ્રેમ કરવાવાળા લોકો માટે વેલેન્ટાઈન ડે કોઈ તહેવારથી ઓછો નથી. આ દિવસે પ્રેમીઓ પોતાની પ્રેમિકાને પ્રેમનો ઇઝહાર કરે છે તો વિવાહિત કપલ આ દિવસે ખાસ સેલીબ્રેશન કરે છે. વેલેન્ટાઈન દિવસને ઉજવતા ભારતીય ક્રિકેટરની પણ કેટલીક તસવીરો આવી છે. એક તરફ ઘણા ક્રિકેટરો ઇંગ્લૅન્ડ સામે ટેસ્ટ સીરીઝને કારણ પોતાની પત્નીઓથી દૂર છે. એવા ઘણા ખેલાડીઓ છે કે જે પોતાની પત્નીઓ સાથે આ દિવસ ઉજવવાની તક મળી હતી.
1. વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા
વિરાટ કોહલી આ દિવસોમાં ચેન્નાઇમાં ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝ રમી રહ્યા છે. વેલેન્ટાઇન ડે પર વિરાટ અનુષ્કા શર્મા સાથે નથી. અનુષ્કાએ વિરાટ માટે આ ખાસ દિવસ પર તસવીર શેર કરી છે અને મેસેજ પણ લખ્યો છે. તેણે લખ્યુ કે, આ દિવસ ખૂબ જ મોટો નથી પરંતુ આજે લાગી રહ્યુ હતુ કે, સૂર્યાસ્તની તસવીર પોસ્ટ કરવા માટે વેલેન્ટાઇન ડે છે. મારો વેલેન્ટાઇન હંંમેશા મારી પાસે છે.
View this post on Instagram
2. હાર્દિક પંડ્યા અને નતાશા
વેલેન્ટાઈન ડેના ખાસ દિવસે હાર્દિક પંડ્યા પોતાની પત્ની નતાશા અને તેને દીકરા સાથે જોવા મળ્યો હતો. હાર્દિકે બીચ પર વેલેન્ટાઈન ડે મનાવ્યો હતો. નતાશાએ આ દિવસની તસવીરો સોશ્યિલ મીડિયા પર શેર કરી હતી જે ખૂબ જ વાયરલ થઇ રહી છે.
View this post on Instagram
3.યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા
યુઝવેન્દ્ર આ સમયે ટીમ સાથે ઇંગ્લેન્ડ વિરૂદ્ધ મેચ રમી રહ્યો નથી. આવામાં તે તેની પત્ની સાથે સમય પસાર કરી રહ્યા છે. હાલમાં જ તે બંનેએ વેલેન્ટાઇન ડેની ઉજવણી કરી હતી. યુઝવેન્દ્ર અને ધનશ્રી લગ્ન બાદ તેમનો પહેલો વેલેન્ટાઇન ડે મનાવી રહ્યા છે. યુઝી ફોર્મલ પેન્ટ અને બ્લેઝરમાં જોવા મળ્યો હતો અને હાથમાં માસ્ક હતું તેમજ ધનશ્રી પણ આ દિવસે ખૂબ જ સુંદર લાગી રહી હતી.
View this post on Instagram
તમને જણાવી દઇએ કે, યુઝવેન્દ્ર અને ધનશ્રીએ હાલમાં જ લગ્ન કર્યા હતા. તેઓએ ગયા વર્ષે લોકડાઉનમાં લગાઇ કરી હતી અને સોશિયલ મીડિયા પર તસવીર શેર કરી ચાહકોને જાણકારી પણ આપી હતી.
View this post on Instagram
4.ચેતેશ્વર પૂજારા અને પૂજા
ચેતેશ્વર પૂજારાએ 13 ફેબ્રુઆરી 2013ના રોજ લગ્ન કર્યા હતા. આવામાં વેલેન્ટાઇન ડે તેમના માટે ખાસ બની જાય છે. પૂજારા હાલ ઇંગ્લેન્ડ સીરિઝમાં વ્યસ્ત છે પરંતુ તેણે તેની પત્નીને આસ અંદાજમાં વિશ કર્યુ હતું.
View this post on Instagram
5.સુરેશ રૈના અને પ્રિયંકા
પૂર્વ ક્રિકેટર સુરેશ રૈનાએ પણ વેલેન્ટાઇન ડેના દિવસે પત્ની પ્રિયંકા સાથે વીડિયો શેર કર્યો હતો. તેમણે વીડિયો શેર કરીને કેપ્શન મૂક્યું હતુ કે, અમારી જેમ વેલેન્ટાઇન, હેપ્પી વેલેન્ટાઇન ડે પ્રિયંકા.
View this post on Instagram
6.હરભજન સિંહ અને ગીતા
ભારતીય સ્પીનર હરભજન સિંહે પત્ની ગીતાને વેલેન્ટાઇન ડે પર વિશ કરતા ટ્વીટર પર લખ્યુ કે, બે એવા સમય છે જેમાં હું તારા સાથે હોંઉ છું. અત્યારે અને હંમેશા માટે.
There are only two times that I want to be with you—now and forever. #HappyValentinesDay @Geeta_Basra ❤️❤️ pic.twitter.com/YGh5DOsbSr
— Harbhajan Turbanator (@harbhajan_singh) February 14, 2021
7.ઇરફાન ખાન અને સફા
View this post on Instagram
ઇરફાન ખાને પત્ની સફાને વેલેન્ટાઇન ડેના દિવસે વિશ કરતા લખ્યુ કે, હેપ્પી વેલેન્ટાઇન ડે મારો પ્રેમ, લવ યુ.