હાલના સમયમાં આજે આખી દુનિયા કોરોના વાયરસથી પરેશાન છે. આ જાનલેવા મહામારીના કારણે આજે આખી દુનિયા તેના ઘરમાં કેદ છે બધા જ સ્પોર્ટ્સ ઈવેન્ટ અને મોટી-મોટી સ્પર્ધાઓ પણ સ્થગિત થઇ ગઈ છે. ભારત સહીત ઘણા એવા દેશ છે જ્યાં લોકડાઉન હજુ પણ લાગુ છે.
લોકડાઉનને કારણે બધા જ ખેલાડીઓ પોત-પોતાના ઘરમાં પરિવાર સાથે કિંમતી સમય પસાર કરી રહ્યા છે. આપણે બધા જાણીએ છીએ કે, આખા વર્ષમાં ભારતીય ક્રિકેટર સૌથી વધુ ક્રિકેટ કાર્યક્રમમાં વ્યસ્ત છે. તો ક્રિકેટરની પત્નીઓ પણ તેના-તેના કાર્યમાં વ્યસ્ત રહે છે.
આજે અમે તમને આ લેખ દ્વારા ભારતીય ક્રિકેટરની પત્નીઓના વ્યવસાય વિષે જણાવીશું.
1.પ્રિયંકા ચૌધરી-સુરેશ રૈના
View this post on Instagram
પ્રિયંકા ભારતીય સ્ટાર બેટ્સમેન સુરેશ રૈનની પત્ની છે. પ્રિયંકા કૃષ્ણા ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જીનીયરીંગ એન્ડ ટેક્નોલોજીથી બીટેક ગ્રેજ્યુએટ છે. વર્તમાનમાં પ્રિયંકા બેંકમાં કાર્યરત છે.
2.રિતિકા સજદેહ-રોહિત શર્મા
View this post on Instagram
રિતિકા અને ભારતીય બેટ્સમેન રોહિત શર્માએ 2015 માં લગ્નગ્રંથીથી બંધાઈ ગયા હતા. ભારતીય ઓપનરની પત્નીનો સ્પોર્ટ્સ મેનેજમેન્ટ કંપનીમાં હિસ્સો છે. તે તેની કઝીન બંટી સજ્દેહ સાથે એક કંપનીમાં કામ કરે છે. આ સ્પોર્ટ્સ ફર્મમાં જ રોહિત અને રિતિકા મુલાકાત થઇ હતી.
3.સાક્ષી ધોની-મહેન્દ્ર સિંહ ધોની
View this post on Instagram
ક્રિકેટની દુનિયાની સૌથી પ્રખ્યાત મહિલા સાક્ષી ધોની આમ્રપાલી માહી ડેવલપર્સ પ્રાઈવેટ લિમિટેડમાં ઓપરેટર તરીકે કામ કરી રહી છે. સાક્ષી તેના પતિ ધોનીને મળતા પહેલા તાજમાં નોકરી કરતી હતી. હવે તે આમ્રપાલી માહી ડેવલપર્સ પ્રા.લિ.ના ડિરેક્ટર છે અને તેના આઇટી 25% શેર ધરાવે છે.
4.મયંતી લૈંગર-સ્ટુઅટ બિન્ની
View this post on Instagram
પ્રખ્યાત ટીવી પ્રસ્તુતકર્તા મયંતી ક્રિકેટને ખૂબ નજીકથી અનુસરે છે. જેમ કે દરેક કહે છે, સફળ પુરુષની પાછળ સ્ત્રીનો હાથ છે, આ સ્ત્રી તેના માટે સૌથી મોટી પ્રેરણા છે. મયંતી લેન્જર સ્ટુઅર્ટ બિન્નીની પત્ની છે. આજે સ્ટુઅર્ટ બિન્ની કરતા વધુ લોકો મયંતીને ઓળખે છે.
5.અનુષ્કા શર્મા-વિરાટ કોહલી
View this post on Instagram
જાણીતા બૉલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા ભારતના કેપ્ટ્ન વિરાટ કોહલીની પત્ની છે. અનુષ્કાએ બોલીવુડમાં ઘણી હિટ ફિલ્મ આપી છે. અનુષ્કા ક્લીન સ્ટેટ ફિલ્મ્સ પ્રોડક્શન લીમીટેડની માલિક છે.
6.દીપિકા પલ્લિકલ-દિનેશ કાર્તિક
View this post on Instagram
દીપિકા પલ્લિકલ દિનેશ કાર્તિકની પત્ની છે. દીપિકા ભારતની મશહૂર સ્કવોશ ખેલાડી છે દીપિકા પાસે ઘણી જાહેરાત છે. દીપિકા વિશ્વસ્તરની સ્ટાર છે.
7.તન્યા વાધવા-ઉમેશ યાદવ
View this post on Instagram
તન્યા ભારતીય ફાસ્ટ બોલર ઉમેશ યાદવની પત્ની છે. તન્યા દિલ્લીની જાણીતી ફેશન ડિઝાઈનર છે. ઉમેશ અને તન્યાના લગ્ન 2015માં થયા હતા.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.