આ બોલિવૂડ એભિનેત્રીઓ અને ક્રિકેટર્સ વચ્ચેની પ્રેમ કહાની રહી ગઈ અધુરી

દીપિકાથી લઈને રેખા સુધીની અભિનેત્રીઓ ક્રિકેટરોના પ્રેમમાં પડી હતી

બોલિવૂડ સ્ટાર્સ અને ક્રિકેટર્સ વચ્ચે હંમેશા પ્રેમભર્યા સંબંધો રહ્યા છે. પ્રેમથી ભરેલા આ સંબંધની કેટલીક કહાનીઓ તેમના મુકામ પર પહોંચી, જ્યારે કેટલીક અધૂરી રહી. આ યાદીમાં બોલિવૂડની કેટલીક મોટી અભિનેત્રીઓના નામ સામેલ છે જેઓ ક્રિકેટરોના પ્રેમમાં પડી, પરંતુ અફસોસ, તેમની લવ સ્ટોરી પૂરી થઈ શકી નહીં. ચાલો આજે જાણીએ ક્રિકેટ અને બોલિવૂડના એવા કયા કપલ છે, જેમનો પ્રેમ અધૂરો રહી ગયો.

1. દીપિકા પાદુકોણ – યુવરાજ સિંહ : એક સમય એવો હતો જ્યારે દીપિકા પાદુકોણ અને યુવરાજ સિંહના પ્રેમે ઘણી ચર્ચાઓ કરી હતી. કિમ શર્મા સાથેના બ્રેકઅપ બાદ યુવરાજ દીપિકાની નજીક આવ્યો હતો. પરંતુ તેમની લવ સ્ટોરી વધુ સમય સુધી આગળ વધી શકી નહીં. આ પછી દીપિકાના જીવનમાં રણવીર સિંહ આવ્યો અને તેણે દીપિકાના દિલને પોતાની દુનિયા બનાવી લીધી.

2. હેમા માલિની – એસ. વેંકટરાઘવન : હેમા માલિની તેમના યુગની સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એક છે. ભારતના જાણીતા ક્રિકેટર એસ. વેંકટરાઘવન પણ હેમા માલિનીની સુંદરતા પર પિદા હતા. તેણે હેમા માલિનીને જાહેરમાં પોતાના દિલની વાત પણ કરી હતી. પણ આ બસંતીનું દિલ હી-મેન ધર્મેન્દ્ર પાસે હતું. એટલા માટે તેણે ક્રિકેટરનો પ્રસ્તાવ સ્વીકાર્યો ન હતો.

3. રેખા – ઈમરાન ખાન : આ યાદીમાં બોલિવૂડની સુંદર અભિનેત્રી રેખાનું નામ પણ સામેલ છે. એક સમયે પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન ઈમરાન ખાન અને રેખા વચ્ચે પ્રેમના પુષ્પો ખીલ્યા હતા. ઈમરાન રેખાને પસંદ કરતો હતો, પરંતુ તે બોલિવૂડ અભિનેત્રી સાથે લગ્ન કરવા માંગતો ન હતો. એક ઈન્ટરવ્યુ દરમિયાન તેના અને રેખા વચ્ચેના સંબંધોનો ઉલ્લેખ કરતા તેણે પોતાના બ્રેકઅપનું કારણ પણ જણાવ્યું. જોકે, રેખાએ ઈમરાનના નિવેદન પર કોઈ પ્રતિક્રિયા આપી નથી.

4. નીના ગુપ્તા – વિવિયન રિચર્ડ્સ : નીના ગુપ્તા અને સર વિવિયન રિચર્ડ્સની લવ સ્ટોરી કોઈનાથી છુપાયેલી નથી. બંને લાંબા સમયથી રિલેશનશિપમાં હતા. આ સંબંધમાં રહીને નીના ગુપ્તા લગ્ન કર્યા વિના માતા બની હતી, પરંતુ તે પછી બંને લગ્ન ન કરી શક્યા. નીના ગુપ્તાએ પોતાના પ્રેમ ખાતર સમાજના ઘણા ટોણા પણ સાંભળ્યા હતા, પરંતુ તેમણે તેમના સંબંધો વિરુદ્ધ એક શબ્દ પણ ઉચ્ચાર્યો ન હતો.

5. અમૃતા સિંહ – રવિ શાસ્ત્રી : બોલિવૂડ એક્ટ્રેસ અમૃતા સિંહ અને રવિ શાસ્ત્રી બંને એકબીજાને ખૂબ પસંદ કરતા હતા. મીડિયામાં પણ તેમના પ્રેમની ચર્ચાઓ થઈ હતી. પરંતુ પછી અચાનક ખબર નહીં કે તેમની પ્રેમ કહાની પર કોની ખરાબ નજર લાગી ગઈ. એક તરફ રવિ શાસ્ત્રીએ રિતુ સિંહ સાથે લગ્ન કર્યા. તે જ સમયે, અમૃતા સિંહ સૈફ અલી ખાન સાથેના સંબંધમાં આગળ વધી.

6. ઈશા શર્વની – ઝહીર ખાન : સાગરિકા ઘાટગે સાથે લગ્ન કરતા પહેલા ઝહીર ખાન ઈશા શરવાની સાથે લાંબા સમય સુધી રિલેશનશિપમાં હતો. બંને ઘણીવાર સાથે હેંગઆઉટ કરતા જોવા મળ્યા હતા. પરંતુ દુઃખની વાત એ છે કે આ કપલ સાથે પણ એવું જ થયું જે બાકીના લોકો સાથે થયું. આ કપલની લવ સ્ટોરી પણ લગ્ન સુધી ન પહોંચી શકી.

 

YC