ગજબની રૂપ સુંદરી છે ક્રિકેટર સુરેશ રૈનાની પત્ની પ્રિયંકા, પોતાના પ્રેમને મળેવવા માટે રૈનાએ જે કર્યું હતું તે જાણીને જ હેરાન રહી જશો, જુઓ તસવીરો

ભારતીય ટિમ અને ચેન્નાઇ સુપર કિંગ્સના ભૂતપૂર્વ ખેલાડી સુરેશ રૈનાની રમતના દુનિયાભરમાં લાખો લોકો દીવાના છે, તે જયારે આઇપીએલમાં રમતો હતો ત્યારે તેની બેટિંગ જોવા ટોળા વળતા હતા. આ ઉપરાંત તે એક શાનદાર ઓલરાઉન્ડર પણ છે અને તેની ફિલ્ડિંગના પણ ચાહકો જોરદાર વખાણ કરતા રહે છે, સુરેશ રૈના તેના રમત ગમતના જીવન ઉપરાંત તેના અંગત જીવનને લઈને પણ ખુબ જ ચર્ચામાં રહેતો હોય છે.

બોલરોના છક્કા ઉડાવતા સુરેશનું દિલ એન્જીનીયરીંગ કરતી છોકરી પર આવી ગયું હતું. સુરેશે એન્જીયરીંગનો અભ્યાસ કરતી પ્રિયંકા ચૌધરી સાથે 3 એપ્રિલ 2015 ના રોજ લગ્ન કર્યા હતા. મૂળ રૂપથી જમ્મુ-કાશ્મીરના રહેનારા સુરેશની લવસ્ટોરી પણ ખુબ લાજવાબ છે.

સુરેશના પિતા ત્રિલોકચંદ સેનામાં રહી ચુક્યા છે જયારે પ્રિયંકાના પિતા સપતાલ શર્મા મુરાદનગરમાં એક કોલેજમાં ટીચર હોવાની સાથે સાથે સ્પોર્ટ્સ ટીચર પણ હતા. કહેવામાં આવે છે કે બાળપણમાં સુરેશે પ્રિયંકાના પિતા પાસેથી જ ટ્રેનિંગ લીધી હતી. બાળપણથી જ બંન્ને એબીજાના મિત્રો હતા, અને ધીમે ધીમે આ દોસ્તી પ્રેમમાં બદલાઈ ગઈ અને વર્ષ 2015 માં લગ્ન કર્યા.

લગ્ન પહેલા પ્રિયંકા નેઘરલેન્ડમાં બેન્કિંગ સેક્ટરમાં કામ કરતી હતી એન્જીનીયરીંગ કર્યા પછી તેણે આઇટી પ્રોફેશનલના રૂપમાં પોતાની કારકિર્દી બનાવી. તેની આવક લાખોમાં હતી, પણ સુરેશ સાથે ભારતમાં રહેવા માટે તેણે આ નોકરી છોડી દીધી. હાલ તેઓની એક ક્યૂટ દીકરી પણ છે.

સુરેશ અને પ્રિયંકાએ ભારતમાં ‘બેટી ગ્રેસીયા’ ના નામ પર એક ચેરિટી ફાઉન્ડેશન બનાવ્યું છે. જે ગરીબ માતાઓ અને બાળકોની શારીરિક અને માનસિક સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. પ્રિયંકા મહિલાઓની ગર્ભાવસ્થાના સમયે ખાવા-પીવાની બાબતો વિશે પણ જાગરૂક કરવાનું કામ કરે છે.

Niraj Patel