ટિમ ઇન્ડિયા અને ચેન્નાઇ સુપરકિંગ્સના સ્ટાર બલ્લેબાજ સુરેશ રૈના હાલના સમયમાં ક્રિકેટમાં કમબેક કરવા માટે ખુબ તૈયારી કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર તેના વિડીયો લગાતાર વાયરલ થઇ રહ્યા છે. અમુક દિવસો પહેલા જ તે ઋષભ પંતની સાથે પણ બલ્લેબાજીનો અભ્યાસ કરતા જોવા મળ્યા હતા.

સુરેશને મિસ્ટર આઇપીએલ પણ કહેવામાં આવે છે. ગેંદબાજોના છક્કા ઉડાવતા સુરેશનું દિલ એન્જીનીયરીંગ કરતી છોકરી પર આવી ગયું હતું. સુરેશે એન્જીયરીંગનો અભ્યાસ કરતી પ્રિયંકા ચૌધરી સાથે 3 એપ્રિલ 2015 ના રોજ લગ્ન કર્યા હતા.

મૂળ રૂપથી જમ્મુ-કાશ્મીરના રહેનારા સુરેશની લવસ્ટોરી પણ ખુબ લાજવાબ છે. સુરેશના પિતા ત્રિલોકચંદ સેનામાં રહી ચુક્યા છે જયારે પ્રિયંકાના પિતા સપતાલ શર્મા મુરાદનગરમાં એક કોલેજમાં ટીચર હોવાની સાથે સતાહૈ સ્પોર્ટ્સ ટીચર પણ હતા.

કહેવામાં આવે છે કે બાળપણમાં સુરેશે પ્રિયંકાના પિતા પાસેથી જ ટ્રેનિંગ લીધી હતી. બાળપણથી જ બંન્ને એબીજાના મિત્રો હતા, અને ધીમે ધીમે આ દોસ્તી પ્રેમમાં બદલાઈ ગઈ અને વર્ષ 2015 માં લગ્ન કર્યા.

લગ્ન પહેલા પ્રિયંકા નીદરલેન્ડમાં બેન્કિંગ સેક્ટરમાં કામ કરતી હતી એન્જીનીયરીંગ કર્યા પછી તેણે આઇટી પ્રોફેશનલના રૂપમાં પોતાની કારકિર્દી બનાવી. તેની આવક લાખોમાં હતી, પણ સુરેશ સાથે ભારતમાં રહેવા માટે તેણે આ નોકરી છોડી દીધી. હાલ તેઓની એક ક્યૂટ દીકરી પણ છે.

સુરેશ અને પ્રિયંકાએ ભારતમાં ‘બેટી ગ્રેસીયા’ ના નામ પર એક ચેરિટી ફાઉન્ડેશન બનાવ્યું છે. જે ગરીબ માતાઓ અને બાળકોની શારીરિક અને માનસિક સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. પ્રિયંકા મહિલાઓની ગર્ભાવસ્થાના સમયે ખાવા-પીવાની બાબતો વિશે પણ જાગરૂક કરવાનું કામ કરે છે.

ક્રિકેટર સુરેશ રૈનાની ક્રિકેટર કારકિર્દીની શરૂઆત વર્ષ 2005 માં શરૂ થઇ હતી. તેને શ્રીલંકાના વિરુદ્ધ વન-ડે રમવા માટેનો મૌકો મળ્યો હતો. જેના પછી વર્ષ 2006 માં દક્ષિણ આફ્રિકાના વિરુદ્ધ ટી-20 અને 2010 માં શ્રીલંકાના સામે ટેસ્ટમાં ખેલવાનો મૌકો મળ્યો હતો.

સુરેશ 18 ટેસ્ટ, 226 વન-ડે અને 78 ટી-20 મુકાબલામાં જોવા મળી ચુક્યા છે. સુરેશે આઈપીએલમાં 193 મેચ રમ્યા છે આ દરમિયાન તેણે 33.3 ની સરેરાશથી 5368 રન બનાવ્યા હતા. તે વિરાટ કોહલી પછીના સૌથી વધુ રન બનાવનારા બલ્લેબાજ છે.
Author: GujjuRocks Team
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.