મનોરંજન

મુંબઈમાં હાઈફાઈ પાર્ટીમાં પડી રેડ…પછી ક્રિકેટરથી લઈને હીરોઇનો રંગેહાથ ઝડપાયા, મદહોશ પાર્ટીમાં આ કામ કરતા હતા

અડધી રાત્રે ક્લ્બમાં આ કામ કરતા દિગ્ગજ સેલિબ્રિટી અને ક્રિકેટરની ધરપકડ- જાણો સમગ્ર મામલો

Bollywood સેલેબ્રિટીઓ અવાર નવાર પાર્ટી કરવા માટે જાણીતા હોય છે ત્યારે હાલમાં આ વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દેનારા ક્રિકેટર સુરેશ રૈના વિરુદ્ધ મુંબઈની અંદર એક એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. હવે સુરેશ રૈના નવા વિવાદમાં ફસાઈ ગયો છે.

ઇન્ટરનેશનલ એરપોર્ટની સામે ડ્રેગન ફલાઈ પબની અંદર સુરેશ રૈનાએ કોરોના નયમોનાં ધજાગરા ઉડાવ્યા હતા. મુંબઈ પોલીસ દ્વારા કરવામાં આવેલી આ છાપામારીની અંદર સુરેશ રૈના સમેત 34 લોકોને આરોપી જણાવવામાં આવી રહ્યા છે.

Image Source

રૈના ઉપર કલમ 188 અંતર્ગત મામલો દાખલ કરવામાં આવ્યો છે. ફાઈવ સ્ટાર હોટલમાં સ્થિત આ ક્લ્બમાં કોરોનાના નિયમોનું પાલન કરવામાં નહોતું આવી રહ્યું. કોઈએ માસ્ક પણ પહેર્યું ના હતું ના કોઈએ સોશિયલ ડિસ્ટેંસીન્ગનું પાલન કર્યું હતું. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ પાર્ટી રાત્રે 3 વાગ્યા સુધી ચાલી અને જેમાં બોલીવુડની પણ ઘણી હસ્તીઓ સામેલ હતી.

ક્લબના સંચાલક વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી છે. વર્ષ 2020માં સુરેશ રૈના અલગ અલગ કારણોને લઈને ચર્ચામાં રહ્યો છે. આઈપીએલમાં પણ સુરેશ રૈના કોઈ કારણ વગર જ પરટફર્યો હતો ત્યારે પણ તે ચર્ચાનો વિષય બન્યો હતો.

જાણકારી પ્રમાણે છાપામારી દરમિયાન ક્રિકેટર સુરેશ રૈના, ગાયક ગુરુ રંધાવા, હૃતિક રોશનની પૂર્વ પત્ની સુજૈન ખાન પણ ત્યાં હાજર હતા. પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે છાપામારી દરમિયાન તે પાછળના દરવાજેથી ફરાર થઇ ગયા હતા. તેમાં બાદશાહનું નામ પણ સામે આવી રહ્યું છે.

મુંબઈ પોલીસે આજે વહેલી સવારે સાડા ત્રણ આસપાસ અંધેરી સ્થિત આવેલી મેરિયટ હોટલમાં દરોડા પાદ્યા હતાં. જેમાં મહાન સિંગર ગુરુ રંધાવા, બાદશાહ, સુઝેન ખાન સહીતના ઘણા બધા લોકો પાર્ટીની મોજ માણી રહ્યાં હતા. મુંબઈ પોલીસે કાર્યવાહી કરી તો ઘણા તો ત્યાંથી નાસી છૂટ્યા હતા. રૈનાને બાદ કરતા અનેક સેલિબ્રિટીનાસી છુટ્યા હતાં. મુંબઈ પોલીસે આ તમામ પર કલમ 188 અને મહામારી નિયમ હેઠળ કેસ દાખલ કર્યો છે.