કાશ્મીરી છોકરીના પ્રેમમાં ક્લીન બોલ્ડ થયો આ ક્રિકેટર, ગુપચુપ કરી લીધા લગ્ન- તસવીરો અને વીડિયો થયો વાયરલ

મેચ જોવા આવેલી છોકરી સાથે ક્રિકેટર સરફરાઝ ખાનને થયો પ્રેમ, અચાનક કર્યા નિકાહ, જુઓ તસવીરો

Sarfaraz Khan Gets Married In Kashmir : ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝ સામે બીજી T20 રમી રહી હતી તો બીજી તરફ સરફરાઝ ખાનના ઘરે ઉજવણીનો માહોલ હતો. તે કાશ્મીરની વાદીઓમાં કોઈના પ્રેમમાં ક્લીન બોલ્ડ થઇ ગયો હતો. ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના સ્ટાર ખેલાડી સરફરાઝ ખાને નિકાહ કરી લીધા છે. મુંબઈમાં જન્મેલા 25 વર્ષીય સરફરાઝે એક કાશ્મીરી યુવતી સાથે લગ્ન કર્યા છે.

સરફરાઝ ખાને કાશ્મીરી બાલા સાથે ગુપચુર રીતે કરી લીધા નિકાહ
સરફરાઝની દુલ્હનનું નામ રોમાના ઝહૂર છે. બંનેના લગ્ન કાશ્મીરના શોફિયા જિલ્લાના પશપોરા ગામમાં થયા હતા. સરફરાઝ ખાનના લગ્નના કેટલાક વીડિયો અને ફોટો સામે આવ્યા છે. સરફરાઝ ખાન ભારતીય સ્થાનિક ક્રિકેટનો સ્ટાર ખેલાડી છે. તેણે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પણ ધૂમ મચાવી છે. હાલમાં તે દિલ્હી કેપિટલ્સ તરફથી રમે છે.

તસવીરો અને વીડિયો આવ્યા સામે
પરંતુ કમનસીબે સારું પ્રદર્શન કરવા છતાં સરફરાઝને ભારતીય ટીમમાં જગ્યા મળી શકી નથી. સરફરાઝે હજુ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યું નથી. તે ભારતીય અંડર-19 ટીમ માટે ક્રિકેટ રમી ચૂક્યો છે. જ્યારે IPLમાં તે પંજાબ કિંગ્સ (PBKS) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) તરફથી પણ રમી ચૂક્યો છે.

બ્લેક શેરવાનીમાં સરફરાઝ તો રોમાના રેડ અને ગોલ્ડન લહેંગામાં જોવા મળી
સરફરાઝના નિકાહની વાત કરીએ તો, તેણે બ્લેક શેરવાની પહેરી હતી, જ્યારે તેની દુલ્હને રેડ અને ગોલ્ડન લહેંગો પહેર્યો હતો. સરફરાઝે આ લગ્ન ગુપ્ત રીતે ગોઠવ્યા હતા. પરંતુ તેમના લગ્નના કેટલાક વીડિયો અને ફોટો સામે આવ્યા છે. એક વીડિયોમાં સરફરાઝ પહેલા તેની દુલ્હનનો ઘુંઘટ ઉઠાવે છે. આ પછી, તેને વીંટી પહેરાવે છે. આ દરમિયાન, સરફરાઝ તેની દુલ્હનના માથા પર કિસ પણ કરતો જોવા મળી રહ્યો છે.

સરફરાઝ અને રોમાનાની લવ સ્ટોરી
રોમાના સરફરાઝને દિલ્હીમાં મળી અને બંને વચ્ચે મિત્રતા થયા બાદ પ્રેમ થયો. આ પછી સરફરાઝના પરિવારજનો લગ્ન માટે સંબંધ લઇને ગયા. અહીંથી જ વાતની શરૂઆત થઈ અને બંને એકબીજાના બની ગયા. રોમાના દિલ્હીમાં MSCનો અભ્યાસ કરતી હતી. સરફરાઝનો પિતરાઈ ભાઈ પણ રોમાના સાથે ભણતો હતો. રોમાના એક વાર મેચ જોવા ગઈ અને પિતરાઈ ભાઈએ જ સરફરાજને રોમાના સાથે પરિચય કરાવ્યો હતો. આ પછી સરફરાઝે પિતરાઈ ભાઈને સીધું જ કહી દીધું હતું કે તેને રોમાના સાથે લગ્ન કરવા છે.

સરફરાઝ IPL કરિયર
આ પછી મામલો પરિવાર સુધી પહોંચ્યો અને આ સંબંધ નક્કી થઈ ગયો. સરફરાઝની વાત કરીએ તો, ગત સિઝનમાં તે IPLમાં દિલ્હી કેપિટલ્સ તરફથી રમતા જોવા મળ્યો હતો. કમનસીબે, તે આ સિઝનમાં ધમાલ ન મચાવી શક્યો, તેની સાથે ટીમનું પ્રદર્શન પણ સારું રહ્યું ન હતું. છેલ્લા 3 વર્ષથી સારૂ પ્રદર્શન કરી રહેલી દિલ્હી કેપિટલ્સ ડેવિડ વોર્નરની કેપ્ટનશીપમાં પ્લેઓફમાં પણ જગ્યા બનાવી શકી ન હતી.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

Shah Jina