ભૂતપૂર્વ ક્રિકેટર મોહમ્મદ અઝરૂદ્દીનને હાલમાં જ રાજસ્થાનના સવાઈ માધોપુરમાં અકસ્માત થયો છે. આ અકસ્માત લાલસોટ કોટા મેગા ગાઈવે ઉપર સુરવાલ પોલીસ સ્ટેશન પાસે થયો છે, જેમાં અઝરૂદ્દીન સુરક્ષિત છે.

મોહમ્મદ અઝરૂદ્દીનની ગાડી અનિયંત્રિત થઈને એક ઢાબાની અંદર ઘુસી ગઈ હતી. જેમાં એક વ્યક્તિને સામાન્ય ઇજા થઇ છે. અઝરૂદ્દીન પોતાના પરિવાર સાથે રણથંભોર જઈ રહ્યો હતો તે દરમિયાન આ અકસ્માત થયો હતો. બીજી ગાડી દ્વારા અઝરૂદ્દીનને હોટલ પહોચાવવામાં આવ્યો હતો. જેવી જ લોકોને આ ઘટનાની જાણકરી મળી કે તરત જ લોકો ત્યાં એકત્રિત થઇ ગયા હતા. જો કે પોલીસે ઘટના સ્થળે પહોંચીને સ્થિતિને સાચવી લીધી હતી. આ દુર્ઘટનાની સૂચના મળવા ઉપર સુરવાલ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ ત્યાં પહોંચ્યા હતા અને અઝરૂદ્દીન અને તેમના પરિવારને રણથંભોર હોટલમાં પહોંચવી દીધા હતા.
Former Cricketer Mohammad Azharuddin’s car met with an accident in Soorwal, Rajasthan earlier today.
He is unhurt, as per his personal assistant. pic.twitter.com/3hpKRNMMYm
— ANI (@ANI) December 30, 2020
અઝરૂદ્દીન નવા વર્ષની ઉજવણી કરવા માટે પોતાના પરિવાર સાથે સવાઈ માધોપોરના રણથંભોર જઈ રહ્યો હતો. આ દુર્ઘટનામાં ઢાબા ઉપર કામ કરી રહેલો યુવક ઘાયલ થયો છે તેને જિલ્લા હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો છે. અઝહરૂદ્દીનની સાથે મુસાફરી રહેલા વ્યક્તિઓને સામાન્ય ઇજા થઇ હતી. ત્યાર બાદ એક બીજી ગાડીમાં તેમના પરિવારને હોટલ પહોંચાડવામાં આવ્યા હતા. તેઓ પરિવાર સાથે હોટલ અમન એ ખાસમાં પહોંચ્યા હતા.