નસીબદાર છે કે વિદેશની આટલી સુંદર પત્ની મળી, ફક્ત પ્રેમ જ નહિ પણ લક્ઝુરિયસ ગાડીઓના મામલે પણ લકી છે હાર્દિક પંડ્યા, ચલાવે છે વિરાટ કોહલી કરતા પણ મોંઘી કાર!

બોલીવુડના મોટા મોટા સેલિબ્રિટીઓ પાસે પણ આવી લક્ઝુરિયસ કાર નથી જેવી હાર્દિક પાસે છે, એક સમયે બેટ લેવાના પૈસા ન હતા અને આજે કમાય છે કરોડો રૂપિયા….

હાલમાં જ્યાં જુઓ ત્યાં બધે જ હાર્દિક પંડયાની ચર્ચાઓ ચાલી રહી છે. પ્રથમ વખત ટૂર્નામેન્ટમાં રમવા આવેલી ગુજરાતની ટીમે આશિષ નેહરા (Ashish Nehra)ના કોચિંગ હેઠળ આ અજાયબી કરી બતાવી. રાજસ્થાન સામેની ફાઈનલ મેચમાં શાનદાર બોલિંગ કરીને તેને 130 રનના સ્કોર પર રોકી દેવામાં આવ્યો હતો અને ત્યારબાદ 18.1 ઓવરમાં 3 વિકેટના નુકસાને લક્ષ્ય હાંસલ કરીને ઈતિહાસના પાનામાં પોતાનું નામ લખાવ્યું હતું.

આપણે બધા જ જાણીએ છીએ કે હાર્દિક પંડયા કારના કેટલા શોખીન છે. ગયા વર્ષે જ તેમને બે મોંઘી લક્ઝરી કાર ખરીદી હતી. એમાંથી એક તો Lamborghini Huracan EVO હતી, જેમાં ઓગસ્ટ 2019માં પંડયા બ્રધર્સ ફરતા જોવા મળ્યા હતા અને એ સમયનો વિડીયો સોશિયલ મીડિયા પર સખત રીતે વાયરલ થયો હતો.

મેચ પુરી થયા પછી તરત જ સ્ટેડિયમમાં મેચ જોઈ રહેલી હાર્દિકની વાઈફ નતાશા મેદાનની અંદર દોડતી જોવા મળી હતી. આવીને તેના અચાનક જ હાર્દિક પંડ્યાને ગળે લગાવ્યો અને લાંબા સમય સુધી તેને કંઈક કહેતી જોવા મળી હતી. નતાશા ખૂબ જ લાગણીશીલ દેખાઈ રહી હતી. હાર્દિક હંમેશાની જેમ શાંત અને આરામદાયક લાગતો હતો. તેણે તેની પત્નીને ગળે લગાવી અને તેને જોરથી ઝપ્પી આપી અને પછી તે હસવા લાગી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર પંડ્યાના કોચ, બાળપણના કોચ જિતેન્દ્ર સિંહે એક અંગ્રેજી અખબાર સાથે વાત કરતા તે સમય વિશે જણાવ્યું હતું કહ્યું, “તે આખી રાત સૂઈ ન શક્યો?” કોચે રૂમમાં હાજર અન્ય વ્યક્તિને પૂછ્યું. કોચે પછી પંડ્યાને જે કહ્યું તે કહ્યું, “ટેન્શન ન લ્યો. તું ફરી ટૂંક સમયમાં ભારત માટે રમીશ. જે થયું તે થઈ ગયું. હવે ચિંતા કરવાનો કોઈ ફાયદો નથી. આવતીકાલે રિલાયન્સ સ્ટેડિયમમાં આવી જજે. હવે હસી પણ લે.”

તેમણે વધુમાં કહ્યું કે, “મેં તેના માટે બેડમિન્ટન કોર્ટ બુક કરાવી છે જેથી હું તેનામાં રમતની ભાવના પાછી લાવી શકું. હું તેને પરસેવો પડાવવા માંગતો હતો. મેં તેને ખુલ્લો છોડી દીધો. તેને ખ્યાલ આવ્યો કે તે એક સ્પોર્ટ્સમેન છે. આ જ કરવા માટે તેનો જન્મ થયો છે, કોઈ ચેટ શો કરવા માટે નહીં.”

 

View this post on Instagram

 

A post shared by Hardik Pandya (@hardikpandya93) on

ગયા વર્ષે હાર્દિક પંડયા કોફી વિથ કરણ શોમાં થયેલા વિવાદને કારણે અને તેમની કારને કારણે ચર્ચામાં રહયા હતા જયારે આ વર્ષે નતાશા સટેનકોવિક સાથે તેમની સગાઈના કારણે ચર્ચામાં છે. તો હાર્દિક પંડયા ગર્લફ્રેન્ડના મામલે જેટલા લકી છે એટલા જ લકી તેઓ કારના મામલે પણ છે. ચાલો જોઈએ તેમની પાસે કેટલી કાર છે અને તેમની કારના કલેક્શન વિશે –

Mercedes AMG G63 –

હાર્દિક પંડ્યાએ ગયા વર્ષે એપ્રિલમાં Mercedes AMG G63 નું લેટેસ્ટ મોડેલ ખરીદ્યું હતું, જે જૂના મોડેલ કરતા વધુ પાવરફુલ છે. લેટેસ્ટ Mercedes AMG G63 ઓક્ટોબર 2018માં લોન્ચ થઇ હતી. તેની એક્સ શોરૂમ કિંમત રૂપિયા 2.19 કરોડ છે. હાર્દિક પાસે પેલેડિયમ સિલ્વર મેટાલિક રંગની G63 છે, જે ભારતમાં હાજર એસયુવી કરતા અલગ છે. નવી મર્સિડીઝ-એએમજી જી63 માં 4.0 લિટરનું બાય-ટર્બો વી8 પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે, જે 585 બીએચપી પાવર અને 850 એનએમ ટોર્ક આપે છે. તેમાં 9 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન મળે છે. આ એસયુવી ફક્ત 4.5 સેકંડમાં 0 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપે વેગ આપે છે અને તેની ટોપ સ્પીડ પ્રતિ કલાક 220 કિ.મી. છે.

Lamborghini Huracan EVO –

હાર્દિક પાસે એક કાર એવી પણ છે જે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની પાસે પણ નથી. ગયા વર્ષે ઓગસ્ટમાં હાર્દિકે Lamborghini Huracan EVO ખરીદી હતી. આ કારની એક્સ શોરૂમ કિંમત 3.73 કરોડ રૂપિયા છે. હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાને મુંબઈમાં ઓરેન્જ લેમ્બોર્ગિની કારમાં સાથે ફરતા જોવામાં આવ્યા હતા. આ કારમાં 5.2-લિટર વી10 એન્જિન આપવામાં આવ્યું છે, જે 640 એચપી પાવર અને 600 એનએમ ટોર્ક આપે છે. તેનું વજન 1422 કિલો છે, જે ફક્ત 2.9 સેકન્ડમાં 0 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપે અને 9 સેકન્ડમાં 0 થી 200 કિ.મી.ની ઝડપ પકડી લે છે. આ કાર ફક્ત એક જ રંગ Arancio Xanto માં આવે છે, જે હાર્દિક પાસે છે.

Audi A6 35 TDI –

આ પહેલા હાર્દિકની પાસે Audi A6 35 TDI સેડાન કાર હતી, જેને તેણે એપ્રિલ 2018માં ખરીદી હતી. 2018માં તેણે આ કાર પોતાની જાતને ગિફ્ટ કરી હતી. Audiની આ કાર, કંપનીની સૌથી વધુ વેચાયેલી કારમાંની એક છે, જેમાં બે લિટરના ચાર સિલિન્ડર ટર્બોચાર્જ્ડ ડીઝલ એન્જિન મળે છે, જે 190 બીએચપી પાવર અને 400 એનએમ ટોર્ક આપે છે. આ એન્જિન 7 સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ સાથે આવે છે. આ કારની એક્સ શોરૂમ કિંમત લગભગ 65 લાખ રૂપિયા છે.

Land Rover Range Rover Vogue –

હાર્દિક પંડ્યાના ગેરેજમાં લોકપ્રિય એસયુવી લેન્ડ રોવર રેંજ રોવર પણ છે જેની એક્સ શોરૂમ કિંમત 1.66 કરોડ રૂપિયા છે. બોલિવૂડ અને ક્રિકેટ સેલિબ્રિટીઝના ગેરેજમાં આ કાર હોવી સામાન્ય વાત છે. આ કારમાં 3.0-લિટરવાળું 6 સિલિન્ડર એન્જિન છે, જે 240 બીએચપી પાવર અને 600 એનએમ ટોર્ક જનરેટ કરે છે.

Jeep Compass SUV –

ઓગસ્ટ 2017માં હાર્દિકે નવી જીપ કંપાસ ખરીદી હતી અને પિતા હિમાંશુ પંડ્યાને ગિફ્ટ કરી હતી. ભારતીય બજારમાં કંપાસના 10 મોડલ લોન્ચ કરવામાં આવ્યા હતા અને આ બંને પેટ્રોલ અને ડીઝલ એન્જિનમાં આવે છે. તેની પેટ્રોલ રેન્જની એક્સ શો રૂમ કિંમત 14.95 લાખ રૂપિયાથી લઈને 19.40 લાખ રૂપિયા સુધી છે. જ્યારે કંપાસ ડીઝલની કિંમત 15.45 લાખથી લઈને 20.65 લાખ રૂપિયા સુધી છે.

YC