ખબર

આખું ક્રિકેટ જગત શોકમાં ઉતર્યું, ભારતીય ક્રિકેટર ચેમ્પિયન ખેલાડીનું થયું નિધન…સચિને કહી દીધી આ વાત

ઇંગ્લૈન્ડના વિરુદ્ધ એક ટેસ્ટ મેચમાં લગાતાર 21 ઓવર મેડન કરવાનો રેકોર્ડ બનાવનારા પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર બાપૂ નાડકર્ણીનું 17 જાન્યુઆરી શુક્રવારના રોજ નિધન થયું છે. તે 86 વર્ષના હતા અને પરિવારમાં પત્ની અને બે દીકરીઓ છે. તેના નિધન પર ક્રિકેટર સુનિલ ગાવસ્કર, સચિન તેંદુલકર સહીત બીજા ક્ષેત્રની હસ્તીઓએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે.

બાપૂ નાડકર્ણીના અંતિમ સંસ્કારમાં ભારતીય ક્રિકેટર સુનિલ ગાવસ્કર, દિલીપ વેંગસરકર અને મિલિન્દ રેગે પણ પહોંચ્યા હતા. ગાવસ્કરે આ દરમિયાન બાપુ નાડકર્ણીની પત્નીની મુલાકાત પણ કરી હતી. બાપૂ નાડકર્ણીના જમાઈ વિજય ખેરએ કહ્યું કે,”તેનું ઉંમરને લગતી સમસ્યાઓને લીધે નિધન થયું છે”.

નાડકર્ણીના નિધન પર સચિન તેંદુલકરે ટ્વીટ કરતા કહ્યું કે,”શ્રી બાપૂ નાડકર્ણીના નિધનની ખબર સાંભળતા ખુબ જ દુઃખ થયું. હું તેના લગાતાર 21 ઓવર મેડન કરવાના રેકોર્ડને સાંભળીને મોટો થયો છું. મારી સંવેદનાઓ તેના પરિવાર અને પ્રિયજનો પ્રતિ છે.”

આ સિવાય સુનિલ ગાવસ્કરે કહ્યું કે,”ઘણી યાત્રાઓમા સહાયક પ્રબંધકના રૂપે સાથે આવ્યા. તે ખુબ જ પ્રોત્સાહિત કરાવનારા વ્યક્તિ હતા. તેનું પ્રિય વાક્ય હતું ‘छोड़ो मत'(મુકશો નહિ). તે દ્રઢ ક્રિકેટર હતા, તેમણે ત્યારે મેચ રમી જ્યારે ગ્લવ્ઝ અને થાઈ પૈડ પણ સારા ન હતા, બોલના વાગવાથી બચાવવા માટે ત્યારે સુરક્ષાના સાધનો ન હતા તેના છતાં પણ તે ‘મુકશો નહીં’ વાક્ય પર વિશ્વાસ કરતા હતા.

આ સિવાય બાપૂ નાડકર્ણીના નિધન પર બીસીસીઆઈના સચિવ જય શાહ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, રાકાંપા અધ્યક્ષ અને પૂર્વ બીસીસીઆઈ અધ્યક્ષ શરદ પવારે પણ દુઃખ વ્યક્ત કર્યું છે.

Image Source

નાડકર્ણી ડાબા હાથના બલ્લેબાજ અને ડાબા હાથના સ્પિનર હતા. તેમણે ભારતના તરફથી 1955 થી લઈને 1968 સુધી 41 ટેસ્ટ મેચોમા 1414 રન બનાવ્યા હતા અને 88 વિકેટ મેળવી હતી. તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 43 રન આપીને 6 વિકેટ રહી હતી. તેમણે 191 પ્રથમ શ્રેણી મેચ રમ્યો જેમાં 500 વિકેટ લીધી અને 8880 રન બનાવ્યા હતા.

નાસિકમાં જન્મેલા બાપૂ નાડકર્ણીએ ન્યૂઝીલેન્ડના વિરુદ્ધ દિલ્લીમાં પોતાની છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી. તેને લગાતાર 21 ઓવર મેડન કરવાના રૂપે પણ યાદ કરવામાં આવે છે.

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ