ખેલ જગત મનોરંજન

ક્રિકેટર બાલાજી યાદ છે? તેની પત્ની એટલી સુંદર છે કે તમે જોતા જ રહી જાશો, જુવો 14 PHOTOS

પત્ની હોય તો આવી…બાલાજીને મળી સ્વર્ગની અપ્સરા જેવી સુંદર પત્ની- 7 તસ્વીરોમાં જુઓ જલવો

દરેક લોકો પોતાના પ્રેમની ચર્ચા કરતા હોય છે અને એક આપણે છીએ કે અબ્દુલ્લા બનતા ફરીએ છીએ. એમ પણ જે આપણા હિસ્સામાં હોય તે તો કરવાનું જ રહેશે. આજે અમે ક્રિકેટર લક્ષ્મીપતી બાલાજીની પત્ની સાથે રૂબરૂ કરાવવા જઈ રહ્યા છીએ.

લક્ષ્મીપતિ બાલાજીએ તેની કરિયરની શરઆત 2000થી રાજ્યસ્તરથી કરી હતી. તેનું પ્રદર્શન જોઈને વેસ્ટઈંડિઝના વિરુદ્ધમાં 2001 રમ્યા હતા. બાલાજીનું નામ ફાસ્ટ બોલર તરીકે લેવામાં આવે છે.

બાલાજી હંમેશા હસતા ચેહરાને કારણે વધારે ચર્ચામાં રહે છે. બાલાજીએ તેની ઇન્ટરનેશનલ કરિયરનું પદાર્પણ 2003થી કર્યું હતું. બાલાજીએ 2013માં પ્રિયા તાલુર સાથે લગ્ન કર્યા હતા.

બાલાજીની પ્રિયા સાથેની મુલાકાત એક સપ્નાથી ઓછી નથી. બાલાજી અને પ્રિયા 2009માં એક ફંક્શન દરમિયાન પહેલી વાર મળ્યા હતા.

બાલાજી આવા પ્રિયાની ખુબસુરતીને જોઈને તેના પર ફિદા થઇ ગયા હતા. બાલાજીને પ્રિયા સાથે એકતરફી પ્રેમ થઇ ગયો હતો. થોડા સમય બાદ બન્ને વચ્ચે દોસ્તી થઇ હતી

ત્યારબાદ મુલાકાત પ્રેમમાં પરિણમી હતી.પ્રિયા ચેન્નાઇમાં ઘણી મેચમાં બાલાજીને ચીયર કરવા પહોંચતી હતી. બન્નેએ ચાર વર્ષ સુધી ડેટિંગ કર્યું હતું. આખરે 2013માં લગ્નગ્રંથીથી જોડાઈ ગયા હતા.

જણાવી દઈએ કે, બાલાજીએ 2016માં ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. ત્યારબાદ તે આઇપીએલમાં તેની ટિમ કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે જોડાઈ ગઈ હતી.

તો આઇપીએલમાં ચેન્નાઈ સુપરકિંગ્સ માટે પણ રમ્યો છે. બાલાજીએ ચેન્નાઇ માટે પહેલી હેટ્રિક લીધી હતી.  હાલ તો ક્રિકેટમાંથી બાલાજીએ સંન્યાસ લઇ લીધો છે.

બાલાજાએ કક્રિકેટને અલવિદા કીધા બાદ હંમેશા મીડિયાથી દૂર જ રહ્યા છે. ઘણા ઓછા લોકોને ખબર છે કે, બાલાજી અને પ્રિયાના લવ મેરેજ છે. પ્રિયા ચેન્નાઇની સુપર મોડેલ છે.

પ્રિયા અને બાલાજીને એક પુત્ર છે. પ્રિયાએ 2009માં મિસ ચેન્નાઇ કોન્ટેસ્ટમાં હિસ્સો પણ લીધો હતો. આ બ્યુટી પેજેન્ટમાં તે સેકન્ડ રનર અપ રહી હતી.

ક્રિકેટર લક્ષ્મીપતિ બાલાજીએ 2001-02માં તમિલનાડુ રાજ્ય માટે ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કર્યું. પોતાની પહેલી જ રણજી સીઝનમાં બાલાજીએ 20.51ના શ્રેષ્ઠે સરેરાશથી 37 વિકેટ લીધી અને તેને ટીમ ભારતનું આમંત્રણ મળ્યું.

બાલાજીને વર્ષ 2002માં વેસ્ટઈન્ડિઝ સામે થનાર વનડે સીરીઝમાં પસંદ કર્યો. જો કે બાલાજીની ડેબ્યૂ મેચ અત્યંત બેકાર રહી. તેણે પહેલી મેચમાં 4 ઓવરમાં 44 રન કર્યા અને તેને એક પણ વિકેટ ન મળી.

મિત્રો તમને યાદ જ હશે કે 2005માં બાલાજીને ઝડપી બોલિંગના કારણે કમરની ઈજા થઈ હતી જેના લીધે તે આગામી ત્રણ વર્ષ સુધી ક્રિકેટ મેદાનથી દૂર રહ્યો. ત્યારે તેના ફેન્સ ખુબ જ મિસ કરી રહ્યા હતા.

ઈજાના કારણે બાલાજીને તેમની એક્શન બદલવી પડી. જોકે, બાલાજીએ આઈપીએલમાં જોરદાર કમબેક કર્યું હતું અને ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમતી વખતે તેણે કિંગ્સ ઇલેવન પંજાબ સામે હેટ્રિક સહિત 24 રનમાં 5 વિકેટ લીધી હતી. બાલાજી આઈપીએલમાં હેટ્રિક લેનાર પહેલો બોલર બન્યો હતો.

બાલાજીની ચહેરાના સ્માઇલ પાછળ એક સરસ વાર્તા છે. તેનું જડબું થોડુ મોટું હતું તેના કારણે તે હમેશા હસ્તો-મુસ્કુરાતો જોવા મળતો હતો. પછી તેણે પોતાના આ જડબાનું ઓપરેશન કરાવ્યું હતું. ત્યારબાદ તેનો ચહેરો તો સારો થઇ ગયો, પણ કહેવાય છે કે તેની સ્માઇલ તેના માટે નસીબદાર હતી જેના જવાના કારણે તેનું કરિયર પૂરૂ થઇ ગયું.