સુરતની રૂપ રૂપનો અંબાર ઉભરતી મોડલ, IPL ક્રિકેટર સાથે લવ-અફેર, છેલ્લો કોલ, પ્રાઇવેટ તસવીરો…તાનિયા સિંહે કેમ કર્યો આપઘાત ?

સુરત પોલીસે મોડલ તાનિયા સિંહ આત્મહત્યા કેસમાં તપાસનો વ્યાપ વધુ વિસ્તાર્યો છે. આ કેસમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) તરફથી રમતા IPL ક્રિકેટર અભિષેક શર્માનું નામ સામે આવ્યુ છે પરંતુ હજુ સુધી તેને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો નથી. અત્યાર સુધીની પોલીસ તપાસમાં ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે. પોલીસે તાનિયાનો મોબાઈલ જપ્ત કર્યો છે. પોલીસ મોબાઈલના સીડીઆર (કોલ ડિટેલ રેકોર્ડ) પરથી આ મામલાના તળિયે જવાનો પ્રયાસ કરી રહી છે.

તાનિયા મોડલિંગ અને ઈવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતી હતી. 19 ફેબ્રુઆરીએ તેણે ઘરે જ ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી હતી. પોલીસ તપાસમાં અભિષેક શર્મા સાથે મોડલ તાનિયા સિંહના ઘણા ફોટા મળી આવ્યા છે. તાનિયાએ IPL ક્રિકેટર અભિષેકને ઈન્સ્ટાગ્રામ પર ઘણા મેસેજ પણ મોકલ્યા હતા. જો કે અભિષેકે તેનો કોઈ જવાબ આપ્યો નહોતો. પોલીસ રિપોર્ટમાં એવું પણ બહાર આવ્યું છે કે તાનિયાએ જ્યારે આત્મહત્યા કરી ત્યારે તેના કાનમાં હેડફોન હતા. જો કે તેણે આવું પગલું કેમ ભર્યું તે અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી.

સુરત પોલીસના એસીપીએ જણાવ્યું કે, 19 ફેબ્રુઆરીના રોજ તાનિયાના આપઘાત બાદ તેના પિતાએ વેસુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. હાલમાં કેસની તપાસ ચાલી રહી છે, મોબાઈલના કોલ ડિટેઈલ રેકોર્ડ સામે આવ્યા છે. હવે સંબંધિત લોકોને વધુ પૂછપરછ માટે નોટિસ આપવામાં આવી છે. પોલીસ દ્વારા તાનિયાના પરિવારનું નિવેદન લેવાનું કામ કરવામાં આવી રહ્યું છે. ACPએ કહ્યું કે, ઈન્સ્ટાગ્રામ પર આઈપીએલ ક્રિકેટર અભિષેક શર્મા સાથે તેની ઘણી તસવીરો છે, જેની તપાસ કરવામાં આવી રહી છે.

તાનિયાના મોબાઈલ પરથી અભિષેક શર્માને મેસેજ મોકલવામાં આવ્યા છે, પરંતુ તેમણે કોઈ જવાબ આપ્યો નથી. ACPએ કહ્યું કે જો જરૂર પડશે તો અભિષેક શર્માને પૂછપરછ માટે બોલાવવામાં આવશે. હાલમાં અભિષેક વિરુદ્ધ કોઈ પુરાવા નથી. રિપોર્ટ અનુસાર ફેશન ડિઝાઈનર અને ઉભરતી મોડલની ક્રિકેટર અભિષેક સાથે મિત્રતા હતી. તે ડીજે તરીકે કામ કરતી હતી.

લોકો એ વાતથી પરેશાન છે કે જે છોકરીની પાસે ખ્યાતિ, સંપત્તિ બધું હતું તેણે અચાનક આત્મહત્યા કેમ કરી ? તાનિયા છેલ્લા અઢી-ત્રણ વર્ષથી ફેશન ડિઝાઈનિંગ અને મોડલિંગ કરતી હતી. તેના પિતા પાંડેસરાની મિલમાં મેનેજમેન્ટનું કામ કરે છે, જ્યારે ભાઈ કેનેડામાં અભ્યાસ કરે છે. તેની એક બહેન છે જેનાં લગ્ન થઇ ગયા છે. મૂળ રાજસ્થાનના સીકરની તાનિયાનો ફોન પોલીસે કસ્ટડીમાં લીધો છે અને કોલ ડિટેલ્સ તેમજ ચેટમાંથી પોલિસ મામલો જાણવાનો પ્રયાસ કરી રહી છે.

પ્રાથમિક કારણ એવું લાગી રહ્યુ છે કે, અભિષેક અને તાનિયાનુ બ્રેકઅપ થઈ ગયું હતુ અને તાનિયા વારંવાર અભિષેકને ફોન-મેસેજ કરી રહી હતી પરંતુ તે જવાબ આપી રહ્યો નહોતો. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે કદાચ તાનિયાએ અભિષેકને છેલ્લી વાર ફોન કર્યો હતો કારણ કે આપઘાત બાદ જે મૃતદેહ મળી આવ્યો હતો ત્યારે કાનમાં ઈયરફોન હતા.

Shah Jina