દુનિયાના ફાસ્ટ બોલર તરીકે ટિમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત ગુમરાહની ગણતરી કરવામાં આવે છે. હાલમાં જ વેસ્ટ ઇન્ડિઝની વિરુદ્ધમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. જસપ્રીત ગુમરાહ તેની ફાસ્ટ બોલિંગના કારણે ઘણા મેચ જીતાડ્યા છે. પરંતુ હાલમાં જ ફાસ્ટ બોલર જસપ્રીત ગુમરાહે એક ચેટ શો દરમિયાન ખુલાસો કર્યો હતો કે,બોલીવુડમાં તેની કોન ફેવરિટ એક્ટ્રેસ છે.
જસપ્રીત ગુમરાહને એક યુ-ટ્યુબ ચેનલ પર સવાલ પૂછવામાં આવત તે ગભરાઈ ગયો હતો. એન્કરે જસપ્રીત ગુમરાહને 2 બૉલીવુડ એક્ટ્રેસ બાબતે પૂછવામાં આવ્યું હતું. આ બન્ને એક્ટ્રેસમાં એક દીપિકા પાદુકોણ અને બીજી ટિમ ઇન્ડિયાના કેપટન વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા.
એન્કરનાં આ સવાલના જવાબના ગુમરાહે જણાવ્યું હતું કે, આ સુરક્ષિત વિકલ્પ નથી. ગુમરાહ આટલું જ બોલતા હોલ તાલીના ગડગડાટથી ગુંજી ઉઠ્યો હતો. તો બુમરાહે સાવધાની પૂર્વક દીપિકાનું નામ જણાવીને એન્કરને પણ પરેશાન કરી દીધી હતી.
એન્કર આટલાથી અટકી ના હતી. ત્યારબાદ ફરી તેને બુમરાહને એક સવાલ કર્યો હતો. એન્કરે બુમરાહને પૂછ્યું હતું કે, કોણ વધારે સમસ્તીખોર છે, આલિયા ભટ્ટ કે પરિણીતી ચોપડા ? આ બાબતે બુમરાહે કહ્યું હતું કે, મેં આલિયાની ઘણી ફિલ્મો જોઈ છે. તેથી મારો જવાબ તેને સંબંધિત છે.
જણાવી દઈએ કે, બુમરાહે થોડા સમય પહેલા ફેશન જગતની મશહૂર મેગેઝીન એલે માટે ફોટો શૂટ કરાવ્યું હતું. બુમરાહે ફોટોશૂટની તસ્વીર પણ સોશિયલ મીડિયામાં શેર કરી હતી. જે તેના ફેન્સને બહુજ પસંદ આવી હતી. જણાવી દઈએ કે, જસપ્રીત બુમરાહ હાલ આરામ પર છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks