ખેલ જગત

ધર્મની ચિતા કર્યા વગર આ હિન્દૂ ક્રિકેટરે પોતાની લાંબા સમયની પ્રેમિકા અંજુમ ખાન સાથે કર્યા લગ્ન, દુઆ માંગતા આવ્યા બંને નજર

આ ભારતીય ઓલરાઉન્ડર ક્રિકેટરે ગર્લફ્રેન્ડ અંજુમ ખાન સાથે કર્યા લગ્ન, લગ્નની તસવીરો જોઈને ચાહકોને લાગ્યો આંચકો,કરવા લાગ્યા આડી અવળી કોમેન્ટ

જયારે પ્રેમ  થાય છે ત્યારે જાતિ અને ધર્મના બંધનો કોઈ માયના નથી રાખતા. સામાન્ય માણસ માટે ભલે આ બંધન સમાન હોય પરંતુ સેલેબ્રિટીઓ માટે અલગ અલગ ધર્મમાં લગ્ન કરવા એ સામાન્ય બાબત માનવામાં આવે છે. હાલમાં જ ભારતીય ટીમના ઓલરાઉન્ડર શિવમ દુબેના લગ્નની ખબર આવી છે. તેને તેની લાંબા સમયની પ્રેમિકા અંજુમ ખાન સાથે લગ્ન કરી લીધા છે.

શિવમ દુબેએ લગ્નની તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર શેર કરી છે. સાથે જે તેને ખુબ જ સરસ કેપશન પણ લખ્યું છે, શિવમે લખ્યું છે, “અમે પ્રેમથી પ્રેમ કર્યો જે મહોબ્બતથી વધારે હતો અને હવે અમારી હંમેશાનું જીવન શરૂ થઇ ગયું છે. જસ્ટ મેરિડ 16-07-2021”

શિવમે પોસ્ટ કરેલી તસ્વીરોની અંદર તે તેની પત્ની અંજુમ ખાનને વીંટી પહેરાવી રહ્યો છે. લગ્ન પૂર્ણ થયા બાદ વર કન્યા બંને દુઆઓમાં હાથ ઉઠાવતા પણ નજર આવે છે. વરમાળા સાથે આ કપલ ખુબ જ ક્યૂટ દેખાઈ રહ્યું છે.

શિવમે મુંબઈની અંદર ખુબ જ ખાનગી સમારંભની અંદર લગ્ન કર્યા છે. શિવમે મુસ્લિમ રીતિ રિવાજો સાથે લગ્ન કર્યા. તેને પોતાની પત્ની સાથે નમાજ પણ અદા કરી હતી. હાલ શિવમ અને અંજુમના લગ્નની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

મુંબઈ તરફથી રણજિ ટ્રોફી રમવા વાળા શિવમ દુબે આઈપીએલમાં વિરાટ કોહલીની ટીમ આરસીબીનો ભાગ રહી ચુક્યો છે. વર્ષ 2021માં રાજસ્થાન રોયલ્સ સાથે પણ જોડાઈ ચુક્યો છે. હવે તે યુએઈમાં થવા વાળી આઈપીએલમાં નજર આવશે.

શિવમ દુબેએ પોતાની પહેલી આંતરરાષ્ટ્રીય ટી20 મેચ નવેમ્બર 2019માં બાંગલાદેશ વિરુદ્ધ રમી હતી. તેને ભારતીય ટીમ તરફથી 13 ટી20 ઇન્ટરનેશનલ અને 1 વન ડેમાં ભાગ લીધો છે. છેલ્લે તે આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર ફેબ્રુઆરી 2020માં ન્યુઝીલેન્ડ વિરુદ્ધની ટી 20માં નજર આવ્યો હતો.

શિવમ દુબે દ્વારા ત્રણ તસવીરો શેર કરવામાં આવી છે જેમાં એકની અંદર તે અંજુમને વીંટી પહેરાવતો જોવા મળી રહ્યો છે. તો બીજી તસ્વીરમાં અંજુમ સાથે દુઆમાં હાથ ઉઠાવતો જોવા મળી રહ્યો છે. તો ત્રીજી તસ્વીરની અંદર બંને એકબીજાને વરમાળા પહેરાવતા જોવા મળી રહ્યા છે. તેમની આ તસવીરો જોઈને લાગે છે કે બંનેના લગ્ન હિન્દૂ અને મુસ્લિમ રીતિ રિવાજ સાથે કરવામાં આવ્યા છે.

શિવમ અને અંજુમના લગ્નની તસવીરો જોઈને કેટલા લોકોને એ આપત્તિ છે કે અંજુમ ખાને માંગમાં સિંદૂર કેમ નથ લગાવ્યું ? એક યુઝર્સ દ્વારા તો આ જોડીની નુસરત જહાં અને નિખિલ જૈન સાથે તુલના કરી દીધી છે.