દરિયાની અંદરથી મળ્યો એક એવો જીવ કે દેખાતો હતો આખો જ ટ્રાન્સપરન્ટ, જોઈને તમારી આંખો પણ ચાર થઇ જશે, જુઓ વીડિયો

આખું શરીર આરપાર દેખાય એવા આ દરિયાઈ જીવને આજ પહેલા તમે પણ ક્યારેય નહિ જોયો હોય, જુઓ વીડિયો થયો વાયરલ

દુનિયાભરમાં ઘણા બધા એવા જીવ છે જે દેખાવમાં એકદમ અદભુત હોય છે, દરિયાની અંદરથી ઘણીવાર એવા રહસ્યમય જીવ મળી આવે છે જે જોઈને જોનારાની આંખો પણ ચાર થઇ જાય છે. સોશિયલ મીડિયામાં આવા ઘણા દરિયાઈ જીવોના વીડિયો પણ વાયરલ થતા હોય છે. ત્યારે હાલ એવા જ એક જીવનો વીડિયો લોકોમાં અચરજનું કારણ બન્યો છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર @Rainmaker1973 નામના યુઝર્સ દ્વારા થોડા સમય પહેલા જ એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં એક અજીબોગરીબ જીવ દેખાય છે. આ જીવ આખો પારદર્શક છે. સ્મિથસોનિયન વેબસાઈટ અનુસાર આ જીવ એક ઝીંગા માછલી પ્રજાતિનો હોઈ શકે છે. ત્યારે તેને જોઈને નવાઈ લાગવી સ્વાભાવિક છે.

વીડિયોમાં આ જીવ નારંગી રંગના ઈંડા સાથે જોવા મળી રહ્યો છે. આ વીડિયોને સૌથી પહેલા વર્ષ 2017માં દરિયાના સંશોધક અલેજાન્દ્રો ડેમિયન-સેરાનો દ્વારા શૂટ કરવામાં આવ્યો હતો.  આ વીડિયો પોસ્ટ કરવાની સાથે કેપશનમાં લખવામાં આવ્યું છે, “સિસ્ટિસોમા એક ક્રસ્ટેશિયન છે જે દરિયામાં 600-1000 મીટરની ઊંડાઇએ રહે છે. તેનું શરીર એકદમ પારદર્શી છે, તેની આજુબાજુના ભાગમાં નારંગી રંગના ઈંડા પણ જોવા મળે છે.”

આ વીડિયો પોસ્ટ થયા  બાદ લોકો તેને ખુબ જ પસંદ કરી રહ્યા છે. અત્યાર સુધી આ વીડિયોને 12.3 મિલિયન કરતા વધારે વ્યુઝ અને 26.6 હજાર કરતા પણ વધારે લાઈક મળી ચુકી છે. ઘણા લોકો આ વીડિયોને જોઈને પોતાની જાતને પ્રતિભાવ આપવાથી રોકી શકતા નથી, ઘણા લોકો આ જીવને દુર્લભ અને અદભુત પણ કહેતા જોવા મળી રહ્યા છે.

Niraj Patel