અજબગજબ ખબર જીવનશૈલી પ્રસિદ્ધ

ઝરા હટકે 80 ફોટોસ: આ ગુજરાતી મમ્મીએ કરી જુદા-જુદા થીમ પર પોતાના બાળકની ક્રિએટિવ ફોટોગ્રાફી

આજકાલ ક્રિએટિવ ફોટોગ્રાફીનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને એવા સમયમાં ઘણી મમ્મીઓ પોતાના બાળકો સાથે આ પ્રકારની ફોટોગ્રાફી કરી રહી છે. ત્યારે આજે વાત કરીએ પોરબંદરના પ્રજ્ઞા જોષી(પુરોહિત) વિશે કે જેમને પણ પોતાના દીકરા સાથે ખૂબ જ સુંદર ક્રિએટિવ ફોટોગ્રાફી કરી છે.

ગુજ્જુરોક્સ ટીમ સાથે થયેલ વાતચીતમાં પ્રજ્ઞા જોષી(પુરોહિત) જણાવે છે કે ‘વાંચન, લેખન, ડ્રોઈંગનો મને શોખ ખરો, પરંતુ ફોટોગ્રાફી એ મારો સૌથી પ્રિય શોખ છે. હું પ્રાથમિક શિક્ષક છું, પ્રવૃત્તિશીલ સ્વભાવને કારણે બાળકોને ખુબ પ્રવૃતિ સાથે અભ્યાસ કરાવું. શિવના જન્મ બાદ તેનુ બાળપણ હંમેશા માટે યાદગાર બનાવવા માટે મેં તેનાં ક્રિએટિવ ફોટો બનાવવાની શરૂઆત કરી. છ મહિનાની રજામાં ઘણા ખરા ફોટા ક્લિક કર્યા પરંતુ ત્યાર બાદ શાળા શરૂ થવાથી થોડા સમય માટે બ્રેક લાગી ગઈ. સાથે જ મારો Ph.D.નો અભ્યાસ પણ ચાલુ છે. ઘરનું કામ, નોકરી, શિવની સંભાળ અને અભ્યાસ જેવી વ્યસ્ત જીવનશૈલીમાં પણ મેં મારો શોખ જીવંત રાખી રવિવારની રજામાં શિવના ફોટા ક્લિક કર્યા. અને હાલની કોરોનાની મહામારીને લીધે લૉકડાઉનના સમયનો સદુપયોગ કરી આખરે શિવના 11 મહિનામાં 80 જેટલા ક્રિએટીવ ફોટા ક્લિક કરી શકી છું. વિવિધ તહેવારો તથા આકર્ષક થીમ પર મેં જુદાં જુદાં ફોટા બનાવ્યા છે. આ ફોટોમાં ઘરની વેસ્ટ વસ્તુ, રંગીન કાગળ તેમજ કપડાંનો ઉપયોગ કર્યો છે.’

પોતાના દીકરાના ફોટોઝ ક્લિક કરતી વખતે નડેલી મુશ્કેલીઓ વિશે વાત કરતા પ્રજ્ઞા જણાવે છે કે ‘હવે, શિવના ક્રિએટિવ ફોટોસ પાડવામાં મુશ્કેલીની વાત કરું તો ફુલ ACમાં પરસેવો વળી જાય તેટલું મુશ્કેલ કામ હતું. શિવ ખૂબ જ એક્ટિવ છે, ફોટો સેટ તૈયાર કર્યા બાદ ખુબ કાળજીપૂર્વક તેનું ધ્યાન રમકડાં તરફ રાખી હું સુવડાવુંને ફટાફટ મારા પતિ કેયુર તેનો ફોટો ક્લિક કરી લે. મુશ્કેલીથી ત્રણ ક્લિક પાડી શકાય ચોથા ક્લિકમાં તો તેને સેટ વિખરાવી દિધો હોય છે. શિવ ઊંઘમાં એટલો જાગૃત હોય છે કે જો તેને ફોટો સેટ પાસે લઈ જાવ તો તે જાગી જાય. જેથી તે ઊંઘતો હોય ત્યારે તેનાં ફોટા ના પડી શકાય એથી તેના ફોટા પાડવા વધારે મુશ્કેલ બન્યા હતા. પરંતુ શિવના ફોટો લેવાની એક એક ક્ષણ અમારા માટે યાદગાર છે. શિવના પ્રથમ બર્થ ડે પર અમે તેને 100 ક્રિએટિવ ફોટાનો આલબમ ગિફ્ટ કરીશું જેથી ભવિષ્યમાં પણ તેનું બાળપણ જીવંત રહે અને તેની પ્રથમ બર્થડે ગિફ્ટ હંમેશા માટે યાદગાર રહે.’

તો ચાલો આ જોઈએ આ મમ્મીએ બાળકના ક્લિક કરેલા ક્રિએટિવ ફોટોઝ –

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.