ખબર

ગુજરાતમાં લાગશે લોકડાઉન ? જાણો ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે શુ કહ્યુ

કોરોનાનો કહેર સમગ્ર ગુજરાતમાં આતંક મચાવી રહ્યો છે, ત્યારે અન્ય રાજ્યો કરતા ગુજરાતમાં સ્થિતિ સારી હોવાથી લોકડાઉન અંગે સરકારે નિર્ણય કરવાનું સી.આર.પાટીલે નિવેદન આપ્યું હતું.

ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે સોમવારે પત્ની સાથે અમદાવાદમાં એપોલો હોસ્પિટલ જઈને કોવિડ 19 સામેની વેક્સીનનો પ્રથમ ડોઝ મૂકાવ્યો હતો. કોરોના વાઈરસના ચેપની ચેઈન તોડવા લોકડાઉનની આવશ્યકતા સંદર્ભે તેમણે ગુજરાતમાં હાલ જે રીતે વ્યવસ્થાઓ થઈ રહી છે તે જોતા અત્યારે લોકડાઉનની જરૂર નથી એમ તેમણે જણાવ્યું હતું.

અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતના કેસની સંખ્યા નિયંત્રણમાં હોવાથી લોકડાઉનની શક્યતાઓ નહિવત હોવાનું સી.આર.પાટીલે ઉમેર્યું હતું. લોકડાઉન અંગેનો નિર્ણય રાજ્ય સરકારે કરવાની રહેશે પણ હાલમાં અનેક સ્થળોએ પથારીઓ મોડી મળવાની સ્થિતિ આવી છે પણ એક પણ દર્દી પથારી વગર રહ્યા ન હોવાથી સરકાર કોરોના ઉપર કાબુ કરવા અંગે પણ સી.આર પાટીલે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 2,59,170 કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 1,53,21,089 થયો છે. 20,31,977 લોકો હાલ સારવાર હેઠળ છે. એક જ દિવસમાં કોરોનાના કારણે 1761 લોકો મોતને ભેટ્યા છે અને મૃત્યુનો આંકડો 1,80,530 પર પહોંચ્યો છે. 1,31,08,582 લોકો કોરોનાને હરાવવામાં સફળ થયા છે.

વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 89,59,960 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 14,79,244 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.