ગાયનો ટ્રેન સાથે ભયાનક અકસ્માત, બ્રિજ ઉપર ઉભેલી ગાયને ટ્રેને ટક્કર મારતા નાળામાં પડી ગઈ અને પછી…

રેલવે ટ્રેક ઉપર ઉભી હતી ગાય, અચાનક ટ્રેન આવી અને મારી ટક્કર પછી આગળ જે થયું એ કુદરતનો કરિશ્મા,જુઓ વીડિયો

રોડ ઉપરથી અકસ્માતની ઘણી ઘટનાઓ સામે આવે છે, ઘણીવાર આપણે વાહન લઈને જઈ રહ્યા હોય ત્યારે કોઈ વ્યક્તિ કે પ્રાણી સાથે પણ અથડાઈ જતા હોય છે. હાલ સોશિયલ મીડિયામાં પણ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક ગાયનો ટ્રેન સાથેનો અકસ્માત જોવા મળી રહ્યો છે.

વાયરલ વીડિયોની અંદર જોઈ શકાય છે કે એક ગાય રેલવે ટ્રેક ઉપર ઉભી હોય છે. ટ્રેન આવવાથી અજાણ આ ગાયને ખબર પણ નથી હોતી કે થોડી જ વારમાં ત્યાં ટ્રેન આવી જશે અને તેને પોતાની અડફેટે પણ લઇ શકે છે. અને બને છે પણ એવું જ. ત્યાં એક માલગાડી આવે છે અને ગાયને ટક્કર મારે છે.

પરંતુ કહેવાય છે ને કે રામ રાખે તેને કોણ ચાખે, એવું જ આ ગાય સાથે પણ બન્યું. ટ્રેનની ટક્કરથી ગાય નીચે પસાર થતા નાળામાં પડી જાય છે અને ગાયનો જીવ બચી જાય છે. વીડિયોની અંદર એ પણ જોઈ શકાય છે કે ટ્રેનની ટક્કર એટલી ખતરનાક હોય છે કે ગાય પોતાનું બેલેન્સ ગુમાવી અને ગુલાટી ખાઈને નાળામાં પડે છે.

 

View this post on Instagram

 

A post shared by Noor Khan (@khannoor30621)

જો કે ટ્રેનની ટક્કરથી ગાયને વાગ્યું તો હશે પરંતુ સારી વાત એ રહી કે તે સહી સલામત હતી. વીડિયોમાં આગળ એ પણ જોઈ શકાય છે કે નાળામાં પડ્યા બાદ ગાય તેની જાતે જ ચાલીને આગળ જઈ રહી છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો આ વીડિયોને જોઈને હેરાન પણ રહી ગયા છે.

Niraj Patel