કસાઈ ગાય સાથે કરી રહ્યા હતા એવું કામ કે પછી ગુસ્સે ભરાયેલી ગાયે ધારણ કર્યું રૌદ્ર રૂપ, અને કસાઈનો કર્યો એવો હાલ કે જુઓ વીડિયો

આપણા દેશમાં ગાયને માતાનો દરજ્જો મળેલો છે, કહેવાય છે કે ગાયમાં 33 કરોડ દેવતાઓનો વાસ છે અને એટલે જ આપણા દેશમાં ગાયની પૂજા પણ કરવામાં આવે છે, ઘણા પરિવારોમાં ગાયને પોતાના પરિવારના સદસ્યની જેમ જ રાખવામાં આવતી હોય છે. પરંતુ ઘણા લોકો એવા પણ હોય છે જે ગાયને કાપી અને તેનું માંસ ખાતા હોય છે. ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં ગાયે કસાઈની જે હાલાત કરી તે જોઈને તમે પણ હેરાન રહી જશો.

એક ગાયે કસાઈ પર બદલો લીધો. ગાય કસાઈને ખૂબ દૂર ખેંચી ગઈ. હકીકતમાં કસાઈ ગાયને ખેંચવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જેના બાદ કસાઈ ગાયના દોરડામાં ફસાઈ ગયો, ત્યારબાદ ગાય તેને ખેંચીને દૂર લઈ ગઈ. પાકિસ્તાનમાં બનેલી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જ્યારે આ ઘટના બની ત્યારે કસાઈની સાથે અન્ય કેટલાક લોકો પણ હાજર હતા. પરંતુ ગાય અચાનક ભાગવા લાગી, કસાઈ દોરડામાં ફસાઈ ગયો. જે લાંબા સમય સુધી ઘસડાઈ રહ્યો હતો. આ બધું જોઈને ત્યાં હાજર લોકો સ્તબ્ધ થઈ ગયા અને તેઓએ ખૂબ હોબાળો મચાવ્યો.

પાકિસ્તાની મીડિયા અનુસાર, વાયરલ વીડિયો કરાચીના ગુલિસ્તાન-એ-જોહર વિસ્તારનો જણાવવામાં આવી રહ્યો છે. આ ઘટના ત્યારે બની જ્યારે ગાયની બલિ ચઢાવવામાં આવી રહી હતી.કસાઈએ દોરડા વડે ગાયને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે કાબૂમાં ન આવી. આ પછી બીજા કેટલાક લોકો પણ આવ્યા. વીડિયોમાં ચાર લોકો ગાયને કાબૂમાં લેતા જોવા મળે છે.

પરંતુ આ દરમિયાન કસાઈ ગાયના દોરડામાં ફસાઈ ગયો, ત્યારબાદ ગાય તેને ખેંચીને લઈ ગઈ. આ પછી એક ગાય રસ્તા પર ખૂબ જ ઝડપથી દોડતી જોવા મળે છે. ત્યાં કસાઈ સાથે હાજર અન્ય લોકો પણ ગાયની પાછળ દોડતા જોવા મળે છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

આ ઘટનાનો અન્ય એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં કસાઈ થોડા અંતરે બેભાન અવસ્થામાં પડેલો જોવા મળે છે. તેની આસપાસ બીજા મિત્રો છે. આ વીડિયો સ્થળ પર હાજર કોઈ વ્યક્તિએ રેકોર્ડ કર્યો હતો, જે હવે વાયરલ થયો છે. આ વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ગાય કસાઈને દોરડામાં લાંબા અંતર સુધી ખેંચી ગઈ.

Niraj Patel