રોડની બાજુમાં જ દીપડાએ દબોચી લીધું ગાય માતાનું ગળું, પોતાનો જીવ બચાવવા માટે અથાગ પ્રયત્નો કરતી રહી ગાય પણ છેલ્લે… જુઓ વીડિયો

પ્રાણીઓ દ્વારા અન્ય પ્રાણીઓના શિકાર કરવાના ઘણા બધા વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવે છે, ઘણા લોકો જયારે જંગલી પ્રાણીઓ શિકાર કરતા હોય છે ત્યારે તેના વીડિયો કેમેરામાં કેદ કરી લેતા હોય છે અને પછી ઇન્ટરનેટ ઉપર તેને વાયરલ કરી દેતા હોય છે, જેને જોઈને આપણે પણ હેરાન રહી જઈએ. ત્યારે હાલ દીપડાના શિકારનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં દીપડો ગાયને ગળાથી દબોચીને રોડની બાજુમાં ઉભેલો જોવા મળી રહ્યો છે.

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક દીપડાએ રસ્તાના કિનારે ગાય પર હુમલો કર્યો છે અને ગાયની ગરદન તેના જડબામાં પકડી લીધી છે. દીપડો ગાયને પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કરી રહ્યો છે અને બિચારી ગાય પોતાને બચાવવાનો પ્રયાસ કરી રહી છે. થોડીવારમાં, દીપડો આખરે તેની યુક્તિમાં સફળ થાય છે અને ગાયને તેના ગળામાંથી પકડી અને નીચે જંગલમાં ખેંચી જાય છે. આ વિડિયો જોવો ખૂબ જ દર્દનાક છે.

રૂંવાડા ઉભા કરી દેનારા આ વીડિયોને જોઈને લોકો ખૂબ જ ગુસ્સામાં છે. કારણ કે જયારે દીપડો ગાયને ગળામાં પકડી રહ્યો હતો ત્યારે જ કોઈ તેનો વીડિયો બનાવી રહ્યું હતું તો તે વ્યક્તિએ ગાયને બચાવવાનો પ્રયાસ કેમ ના કર્યો. જો તે વ્યક્તિએ પ્રયત્ન કર્યો હોત તો કદાચ ગાયનો જીવ બચી ગયો હોત.

આ વીડિયો IFS ઓફિસર સાકેલ બડોલાએ ટ્વિટર પર શેર કર્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 41 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. આ વીડિયો પર લોકો ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું “વીડિયો બનાવવા કરતા ગાયને બચાવી હોત તો સારૂ રહેતું” આ ઉપરાંત પણ બીજા ઘણા યુઝર્સ આ વીડિયો ઉપર કોમેન્ટ કરી રહ્યા છે.

Niraj Patel