કોરોનાકાળમાં આ કારણે અમેરિકામાં લોકો 200 ડોલર આપીને ગાયને લગાવી રહ્યા છે ગળે, જાણો

કોરોના વાયરસની બીજી લહેરથી હાલ દેશ અને દુનિયાનો હાલ બેહાલ છે લોકો સતત જાન ગુમાવી રહ્યા છે. ત્યાં સંક્રમણથી બચાવ માટે લોકડાઉનમાં લોકો ઘરોમાં કેદ થઇ ગયા છે. એવામાં ડિપ્રેશન અને એંગ્ઝાયટીની સમસ્યા સામાન્ય છે. જો કે, લોકો તેમની રીતે ઝઝૂમી રહ્યા છે પરંતુ અમેરિકામાં આ માટે અનોખી તરકીબ નીકાળવામાં આવી છે. અહીં માનસિક શાંતિ માટે ગાયને ગળે લગાવવામાં આવે છે.

લોકો માનસિક શાંતિ માટે કાઉ હગિંગ એટલે કે ગાયને ગળે લગાવી રહ્યા છે. તે માટે લોકો 200 ડોલર સુધી આપી રહ્યા છે. હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં અમેરિકાના લોકો ગાયને ગળે લગાવવાના એક કલાક માટે 200 ડોલર સુધી આપી રહ્યા છે. તેમાં લખવામાં આવ્યુ છે કે, ભારત તેમાં આગળ છે અહીં ગાયોને 3000 વર્ષથી પૂજવામાં આવે છે.

તેનું કારણ એ જણાવવામાં આવ્યુ છે કે, ગાયને ગળે લગાવવી ના તો માત્ર રાહત મળે છે પરંતુ સ્વાસ્થ્ય માટે પાલતુ જાનવરનો સાથે ઘણો ફાયદાકારક છે. ભારતમાં ગાયને ગળે લગાવવાની પરંપરા છે હવે દુનિયામાં આ ટ્રેંડ વધી રહ્યો છે.

ડોક્ટરોનું કહેવુ છે કે, ગાયને ગળે લગાવવાનો અહેસાસ ઘર પર એક બાળક કે પાલતુ જાનવર પાળવા સમાન છે. એક હગ બેપ્પી હોર્મોન ઓક્સીટોસિન, સેરોટોનિન અને ડોપામાઇનને ટ્રિગર કરે છે. જે કોર્ટિસોલ એટલે કે તણાવ હોર્મોનને ઓછા કરે છે.

Shah Jina